ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કેન્દ્ર સરકારે કેટલીક ગંભીર બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. કૅન્સર, ડાયાબિટીસ, ટીબી, એન્ટિવાયરલ અને એન્ટિબેકટેરિયલ, એન્ટિરેટ્રોવાયરલ અને કોવિડની સારવારમાં વપરાતી દવાઓ સહિત અંદાજે ૩૯ દવાઓની કિંમત ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. જેથી દર્દીઓને મોટી રાહત મળશેે. કેન્દ્રીય આરોગ્યપ્રધાને અત્યાવશ્યક દવાઓની નવી યાદી ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાહેર કરી હતી.
હાલમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ આવી શકે છે. એવા સમયે કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી 'આયવરમેક્ટિન' દવાની કિંમત ઘટાડવામાં આવી છે. તેમ જ ' ટેનીલિગ્લીપ્ટીન 'આ ડાયાબિટીસ પ્રતિરોધક દવા તેમજ ' બેડાક્વીલાઇન, ડેલામેનિડ' આ ટીબીની દવાઓ અને રોટાવાયરસ રસીનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.