ધ ગ્રેટ ખલીની ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે થઇ બબાલ- WWE સ્ટારે મારી થપ્પડ તો કર્મચારીએ કહ્યું-વાંદરો-જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

WWEના પ્રખ્યાત રેસલર દલીપ સિંહ રાણા(Dalip Singh Rana) ઉર્ફે ધ ગ્રેટ ખલી(e ThGreat Khali)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ટોલ પ્લાઝા(Toll plaza)ના લોકો સાથે બોલાચાલી(Heated Argument) કરતા દેખાઈ રહ્યા છે. 

 

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ખલી વારંવાર કહેતા જોવા મળે છે કે બેરિયર(Baricades) ખોલો પરંતુ ટોલ પ્લાઝાના લોકો આ વાત સાથે સહમત નથી થતાં. ત્યારબાદ બબાલની વચ્ચે જ રેસરલ ખલી પોતાની કાર(Car)માંથી બહાર આવ્યા અને બેરિયરને હટાવીને કારને કાઢીને લઈ ગયા. આ વચ્ચે એક કર્મચારી ખલીને બેરિયર હટાવવાથી રોકે પણ છે. તો સ્ટાર રેસલર તેને બાજુમાંથી પકડીને હટાવી દે છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ખલી(Khali)એ આઈડી કાર્ડ માંગવા પર ટોલ પ્લાઝા કર્મચારી(toll plaza employee)ને થપ્પડ માર્યો છે. જ્યારે વીડિયોમાં ખલી કહેતો જોવા મળે છે કે કર્મચારી તેને બ્લેકમેલ કરી રહ્યા છે. એક કર્મચારી ફોટો ક્લિક કરવા માટે કારમાં ઘુસી રહ્યો હતો. જેના કારણે આવું થયું. વીડિયોમાં સાંભળી શકાય છે કે એક કર્મચારી ખલીને બંદર પણ કહી રહ્યો છે. ગુસ્સામાં દરેક કર્મચારી ખલીને નીકળવા નથી દઈ રહ્યા. ત્યારે જ પોલીસ ઘટના સ્થળ પર આવે છે.   

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો ત્યારનો છે જ્યારે રેસલર ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યા હતા. આ સમયે ફિલ્લોરની પાસે ટોલ પ્લાઝાનો આ વીડિયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખલી પંજાબની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો. જોકે, તેણે ચૂંટણી લડી ન હતી. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment