News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી(BJP)ના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમ(Former MLA Sangeet Som)નો એક વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid)ને ધ્વસ્ત કરવાની વાત સાંભળી શકાય છે. આ વાયરલ વીડિયોમાં સંગીત સોમે કથિત રુપથી કહ્યું છે કે ૧૯૯૨માં બાબરી મસ્જિદ(Babri Masjid)ની જેમ હવે ૨૦૨૨માં જ્ઞાનવાપી મસ્જિદ ધ્વસ્ત કરીશું.
बीजेपी के पूर्व विधायक संगीत सोम का विवादित बयान, कहा- 92 की तरह अब 22 में ज्ञानवापी मस्जिद ध्वस्त करेंगे#sangeetsom #BJP #UttarPradesh pic.twitter.com/nwOI5CvXRi
— Anchor Charul Sharma (@Anchor_Charul) May 10, 2022
આ વીડિયોમાં મેરઠના જ્વાલાગઢ ચોક પર આયોજિત મહારાણા પ્રતાપ(Maharana Pratap)ની જયંતિ સમારોહનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા સંગીત સોમ આ વીડિયોમાં કહી રહ્યા છે કે તેમને તે દિવસે સમજી જવું જોઈએ કે જ્યારે વર્ષ ૧૯૯૨માં એક ખંડર રૂપી મસ્જિદને ધ્વસ્ત કરી હતી. સમજી જવું જોઈએ કે દેશ કઈ બાજુ જઈ રહ્યો છે. સમજી જવું જોઈએ કે કારસેવકોએ આ મસ્જિદને આજે ધ્વસ્ત કરી છે. હવે હિન્દુસ્તાન(Hindustan) આ પ્રકારની એકપણ મસ્જિદ છોડવા જઈ રહ્યો નથી ભાઈ.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો
સંગીત સોમ કહે છે કે રામલલ્લા(Ram lalla) વર્ષો તિરપાલમાં રહ્યા અને એક દિવસ જ્યારે લોકોની ધીરજ તુટી તો તથાકથિત મસ્જિદની એકપણ ઇટની ખબર ન પડી. તે કહે છે કે તે ૯૨ હતું…આ ૨૨ છે. ઔરંગઝેબ જેવા લોકોએ મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. હવે મંદિર પાછો લેવાનો સમય આવી ગયો છે.
તેમણે કહ્યું કે બનારસમાં ભગવાન કાશીનાથ(Banaras Kashi Vishvanath temple)નું મંદિર બનાવવામાં આવશે. હવે કાશીનાથ મંદિરને તે રૂપમાં લાવવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid)ને ધ્વસ્ત કરીને ભગવાન ભોલેનાથ(lord Mahadev)નો પરિવાર વસાવીને સંપૂર્ણ મંદિર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની તસવીર શેર કરતા સંગીત સોમના ટિ્વટર હેન્ડલથી પણ લખવામાં આવ્યું છે કે ઔરંગઝેબ જેવા લોકોએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી. ૯૨માં બાબરી અને ૨૨માં જ્ઞાનવાપીનો વારો છે. મુસલમાન આક્રાંતાઓએ મંદિર તોડીને જે મસ્જિદ ઉભા કરી તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. જોકે સંગીત સોમનું આ હેન્ડલ વેરિફાઇ નથી.