ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દુનિયામાં ઘણા પ્રકારના લોકોને શોખ હોય છે. કેટલાક લોકો જૂના સિક્કા અને નોટો એકત્ર કરવાના શોખીન હોય છે તો કેટલાક લોકો સ્ટેમ્પ એકત્રિત કરવાના શોખીન હોય છે. જે લોકો સ્ટોપ એકત્રિત કરવાના શોખીન છે, તેઓ તેમના સંગ્રહમાં સૌથી જૂનો સ્ટેમ્પ એકત્રિત કરવા માંગે છે. આ માટે તે ગમે તેટલા પૈસા ખર્ચ કરવામાં અચકાતા નથી.
વિશ્વના સૌથી જૂના સ્ટેમ્પની હરાજી થઈ રહી છે. અને તેની બોલી 62 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. વિશ્વની આ સૌથી જૂના સ્ટેમ્પનું નામ પેની બ્લેક છે. તેનો ઉપયોગ સૌ પ્રથમવાર 1840માં પોસ્ટલ લેટર પર થયો હતો.
અભિનેત્રી નફીસા બાદ ભારતના આ સ્પોર્ટ્સ સુપરસ્ટાર ઓલિમ્પિક મેડાલિસ્ટ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
હરાજી કરનાર કંપની અનુસાર, આ અત્યાર સુધીની સૌથી જૂનો સ્ટેમ્પ છે. તેમાં રાણી વિક્ટોરિયાની તસવીર છે. દસ્તાવેજમાંથી તેને કાઢવામાં આવ્યો છે. તેમાં 10 એપ્રિલ 1840ની તારીખ હાજર છે.
આ પોસ્ટલ લેટર સ્કોટિશ રાજકારણી પાસેથી મળી આવ્યો હતો. તેના પર આ સ્ટેમ્પ ચોંટાડવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે વિશ્વમાં પેની બ્લેક નામનાં ત્રણ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એકની આ વખતે હરાજી થઈ રહી છે. આ પ્રથમ સ્ટેમ્પ છે જે આટલા વર્ષોથી સાચવવામાં આવ્યો છે. જોકે, દુનિયામાં અત્યાર સુધીમાં ઘણાં નવા અને જૂના પોસ્ટલ સ્ટેમ્પ મળી આવ્યા છે, પરંતુ આ સૌથી જૂનો પોસ્ટલ સ્ટેમ્પ છે. વિશ્વના ઘણા પ્રખ્યાત લોકો આવા જૂના સ્ટેમ્પ ખરીદવામાં રસ ધરાવે છે. ત્રણ વર્ષ સુધી આ સ્ટેમ્પ પર સંશોધન કર્યા બાદ તેની અધિકૃતતા પર મહોર મારવામાં આવી હતી.
આ સ્ટેમ્પ 7 ડિસેમ્બરે હરાજી માટે મૂકવામાં આવશે. આ પહેલા રાણી વિક્ટોરિયાના લગભગ 68 મિલિયન સ્ટેમ્પોની હરાજી કરવામાં આવી હતી. આમાં રાણીનો સ્કેચ બનાવવામાં આવ્યો હતો.