News Continuous Bureau | Mumbai
મીઠા લીમડા નો (curry leaves) ઉપયોગ ઘણા ભારતીય ખોરાકમાં થાય છે. તે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે સારું માનવામાં આવે છે. મીઠા લીમડા ને કરી પત્તા જેવા નામ થી પણ ઓળખાય છે. આયુર્વેદમાં(ayurveda) મીઠા લીમડા ના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. તેમાં આયર્ન, (iron)કેલ્શિયમ, (calcium)પ્રોટીન, (protien)વિટામીન-બી1, વિટામીન-બી2, વિટામીન-સી, વિટામીન-એ જેવા પોષક તત્ત્વો હોય છે અને તેમાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે. તેના સેવનથી અનેક રોગોની સારવારમાં મદદ મળે છે.
1. આંખો માટે
મીઠા લીમડા ના સેવનથી આંખોની રોશની (eye site)તેજ થાય છે અને મોતિયાની શક્યતા ઓછી થાય છે. મીઠા લીમડામાં (curry leaves) વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ કોર્નિયા અને આંખોના સંવેદનશીલ સ્તરને સુરક્ષિત કરે છે.
2. એનિમિયા માં
એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. આ રોગ મુખ્યત્વે આયર્ન (iron)અને ફોલિક એસિડ ની(folic acid) ઉણપને કારણે થાય છે. મીઠા લીમડા માં આયર્ન અને ફોલિક એસિડ બંને પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એનિમિયામાં મીઠા લીમડા નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તમે દરરોજ સવારે ખજૂર (dates)સાથે 2-3 મીઠો લીમડો ખાઈ શકો છો.
3. કોલેસ્ટ્રોલ
મીઠા લીમડા માં વિટામિન-સીની સાથે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે કોલેસ્ટ્રોલ(cholesterol) લેબલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મીઠા લીમડા નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
4. ડાયાબિટીસ
ડાયાબિટીસની સમસ્યા આજના સમયમાં સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો આ બીમારીથી પરેશાન છે. મીઠા લીમડા (curry leaves)માં હાયપોગ્લાયકેમિક ગુણ હોય છે. આ ઉપરાંત, મીઠા લીમડા માં રહેલા વિટામિન્સ, બીટા-કેરોટીન, કાર્બાઝોલ આલ્કલોઇડ્સ અને ફાઇબર ટાઇપ 2 ડાયાબિટીસ (type 2 diabetes) થવાની શક્યતા ઘટાડે છે. મીઠો લીમડો ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
5. વાળ માટે
વાળ ખરવા, સફેદ થવા, નબળા પડવા, ડેન્ડ્રફ (dandruff)જેવી તમામ સમસ્યાઓ માટે મીઠા લીમડા નો ઉપયોગ રામબાણ માનવામાં આવે છે. તમે વાળમાં મીઠા લીમડા(curry leaves)ના પાન ને પીસીને, તેલમાં મીઠા લીમડા ના પાન ને ગરમ કરીને તે તેલ નો ઉપયોગ કરી શકો છો, અને પાણીમાં મીઠા લીમડા ના પાંદડાને ઉકાળીને પેસ્ટ બનાવી ને તે પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: જો તમને પણ આ લક્ષણો માંથી કોઈ પણ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન, હાર્ટ એટેકના પ્રારંભિક સંકેત હોઈ શકે છે; જાણો સાયલન્ટ એટેક ના સંકેત વિશે