News Continuous Bureau | Mumbai
જામફળ એક એવું ફળ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં જામફળ ની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. જામફળના ગુણધર્મો નો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. આયુર્વેદમાં જામફળને ઘણી બીમારીઓના ઈલાજ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.વાસ્તવમાં આયુર્વેદમાં માત્ર જામફળ જ નહીં પરંતુ તેના પાંદડા, છાલનો પણ ઉપયોગ થાય છે. સવારે ખાલી પેટ જામફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. વાસ્તવમાં, જામફળ એક ખાટું ફળ છે અને સાઇટ્રસ ફળોને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.જામફળમાં મેંગેનીઝ, પોટેશિયમ, વિટામિન, વિટામિન સી, મિનરલ, લાઇકોપીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન બી6, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ગુણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો જાણીયે જામફળ ને ખાલી પેટે ખાવાના ફાયદા વિશે
1. કબજિયાતમાં મદદરૂપ
ખાલી પેટે જામફળ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. જામફળમાં હાજર ફાઇબર સ્ટૂલને નરમ બનાવે છે, જે સ્ટૂલને સરળતાથી પસાર થવા દે છે, જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
2.એસીડીટી માં રાહત –
ઘણી વખત કંઇક ખોટું ખાવાથી અથવા વધુ પડતા તૈલી મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા અને અપચોની સમસ્યા થાય છે. જામફળ ની તાસીર ઠંડી હોય છે, તેથી તે પેટની બળતરાને શાંત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
3. યાદશક્તિમાં મદદરૂપ
જો તમે યાદશક્તિ વધારવા માંગતા હોવ તો જામફળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જામફળ ખાવાથી યાદશક્તિ વધે છે. કારણ કે જામફળમાં રહેલા વિટામિન્સ તમને મગજના રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.
4. વજન ઘટાડવામાં મદદરૂપ
જામફળમાં પ્રોટીન, વિટામીન અને ફાઈબરના ગુણો જોવા મળે છે. આ ફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જામફળ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વધુ પડતું ખાવાનું રોકવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: પાચન થી લઇ ને ત્વચા સુધી કોળું ખાવાના છે ઘણા ફાયદા, તેને આજથી કરો તમારા ડાયટમાં સામેલ