News Continuous Bureau | Mumbai
ઉનાળાની ઋતુમાં દિવસની શરૂઆત હેલ્ધી ડ્રિંક થી કરવી જોઈએ. જો તમને ચા પીવી ગમે છે તો તમે લેમન ટી પી શકો છો. લેમન ટી સ્વાદમાં સારી હોવા ઉપરાંત શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે, જે પેટને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. લેમન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ, પોલીફીનોલ જેવા તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.
1. રોગપ્રતિકારક શક્તિ-
લીંબુને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે.મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.
2. પાચન-
લેમન ટીથી દિવસની શરૂઆત કરવાથી તમારો દિવસ તાજગી ભરેલો રહે છે તદુપરાંત લેમન ટી તમારા પેટ ને ઠીક રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. લીંબુમાં મળતા પોષક તત્વો પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.
3. ત્વચા-
ઉનાળાની ઋતુમાં ત્વચાને તડકા, ધૂળ, ઈન્ફેક્શનથી બચાવવા માટે લેમન ટી લો. હકીકતમાં, લીંબુમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.
4. સ્થૂળતા-
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ ખાલી પેટ લેમન ટી પીવો. લીંબુમાં કેલરીની માત્રા ઘણી ઓછી જોવા મળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉપવાસ સમયે વજન ન વધે તેના માટે આ બાબત રાખો ધ્યાનમાં, સ્વાસ્થ્ય રહેશે શરીર; જાણો વિગત