ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યું છે. હાલ સંપૂર્ણ દેશમાં કોરોના ની વેક્સિનેશન નો કાર્યક્રમ ચાલુ છે.તેમજ એવા સમાચાર આવ્યા છે કે આશરે ૧૦૦ થી વધુ લોકોને કોરોનાની વેકસીન લીધા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ છે. આ સમસ્યા શું ઇન્સ્યુરન્સ માં કવર કરશે કે નહીં? તે સંદર્ભે અસમંજસ ભરેલું વાતાવરણ હતું. હવે આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોનાની રસી લીધા બાદ જો કોઈ વ્યક્તિને આડઅસર થાય અને તે વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી થવું પડે તો તે માટેનો ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની ભોગવશે.
જોકે આ માટે અમુક કડક શરતો પણ લાદવામાં આવી છે. જે મુજબ પેશન્ટની લાપરવાહી હતી કે નહીં તે ચકાસવામાં આવશે. તેમજ તેના મેડિકલ રેકોર્ડની પણ તપાસણી કરવામાં આવશે.
આમ લોકો સમસ્યા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી હળવી કરી નાંખી છે.
