ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 જાન્યુઆરી 2021
નથ્થુરામ ગોડસે દેશદ્રોહી ના હતાં પરંતું એમના વિચારો ગાંધીજી થી જુદા હતાં. એવું ઘણાં લોકો માને છે. રવિવારે વિશ્વ હિન્દી દિવસના અવસરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે પર અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ એક લાયબ્રેરી શરૂ કરી છે. આ પ્રથમ લાયબ્રેરી ગ્વાલિયરમાં ખોલવામાં આવી છે. આ જ્ઞાનશાળામા ગોડસેનું જીવન, વિચારો અને તેમના ભાષણ અને લેખ સંબંધિત સાહિત્ય રાખવામાં આવ્યું છે.
મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે કહ્યું કે, “પુસ્તકાયલને ખોલવાનો હેતુ દુનિયાને એ બતાવવાનો છે કે, ગોડસે એક સાચા રાષ્ટ્રવાદી હતા. તેઓ અવિભાજિત ભારત માટે લડ્યા અને મૃત્યુ પામ્યા. પુસ્તકાલયનો ઉદ્દેશ્ય તેમના સાચા રાષ્ટ્રવાદીને સ્થાપિત કરવાનો છે. ”
ભારદ્વાજે સાફ શબ્દોમાં કહ્યું કે, ‘ભારત વિભાજનનો હેતુ જવાહરલાલ નેહરૂ અને મોહમ્મદ અલી જિન્નાની મહત્વાકાક્ષાઓને પુરી કરવા માટેનો જ હતો. બંને એક એક રાષ્ટ્ર પર પોતાની સત્તા મેળવવા માંગતા હતા, જ્યારે ગોડસેએ હંમેશા તેનો વિરોધ કર્યો હતો.'
ભારદ્વાજે કહ્યું, ‘દેશના વિભાજનને કોંગ્રેસે સ્વીકારયું. જેની એક ભૂલને કારણે જન્મેલુ પાકિસ્તાન આજે ભારતને કનડી રહ્યું છે. આમ ગોડસેની એક જ બાજુ જનતા સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને અખિલ હિંદુ મહાસભા સુધારવા માંગે છે.
