News Continuous Bureau | Mumbai
ફાટેલી એડી ફક્ત આપણા પગની સુંદરતામાં ઘટાડો કરતી નથી, તે એ પણ સંકેત છે કે આપણા શરીરમાં પાણીની કમી થઈ રહી છે અને ત્વચાને વધારાની હાઇડ્રેશનની જરૂર છે. આટલું જ નહીં હવામાનમાં ફેરફાર અને ત્વચામાં ભેજ ઓછો થવાને કારણે હીલ્સ ફાટવાની સમસ્યા પણ વધી જાય છે.આ સિવાય ડાયાબિટીસ વગેરેની સમસ્યામાં પણ એડીમાં તિરાડો પડવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે પગની ત્વચાની સંભાળ માટે કેટલીક મૂળભૂત બાબતોનું પાલન કરો અને એડી ની તિરાડો ને ઠીક કરવા માટે ઘરેલું ઉપચાર અપનાવો, તો તમે સરળતાથી તમારી એડી ને નરમ અને સુંદર બનાવી શકો છો.તો ચાલો જાણીએ કે તિરાડ પડી ગયેલી એડી ની ડેડ સ્કિનને દૂર કરવા અનેએડી ને સોફ્ટ બનાવવા માટે આપણે ઘરે ફુટ સ્ક્રબ કેવી રીતે બનાવી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ.
1. એડી ની તિરાડ માટે DIY ફુટ સ્ક્રબ કેવી રીતે બનાવવો
ફુટ સ્ક્રબ બનાવવા માટે લીંબુ અને નારંગીની છાલને થોડા દિવસો સુધી તડકામાં સૂકવીને પાવડર બનાવી લો હવે એક મોટી ચમચી ભરી ને પાવડર ને બાઉલ માં લો. હવે તેમાં એક ટેબલસ્પૂન નારિયેળ તેલ, 1 ટેબલસ્પૂન લીંબુ, નારંગી અને મોસંબીનો રસ અને 1 ટેબલસ્પૂન ખાંડ નાખો. હવે તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. ધ્યાનમાં રાખો કે ખાંડ સંપૂર્ણપણે ઓગળી ના જાય.
2. ઉપયોગની રીત
તમારા પગને સારી રીતે ધોઈ લો અને ટુવાલ વડે સૂકવી લો.હવે આ સ્ક્રબરને તમારા ફાટેલા પગની એડી ઓ પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો.સ્ક્રબને 4-5 મિનિટ માટે પગ પર રહેવા દો.હવે સ્ટોન અને બ્રશની મદદથી એડી ને ઘસો.ત્યારબાદ પગને પાણીથી સારી રીતે ધોઈ અને સુકવી લો. પગ સૂકાઈ ગયા પછી મોઈશ્ચરાઈઝર લગાવો અને મોજાં પહેરો.અઠવાડિયામાં બે વાર આ હોમમેઇડ ફૂટ સ્ક્રબનો ઉપયોગ કરો. બે થી ત્રણ વાર ઉપયોગ કર્યા પછી તમને ઘણો ફરક દેખાશે.
3. ફુટ સ્ક્રબના ફાયદા
આ સ્ક્રબની મદદથી મૃત ત્વચાને સરળતાથી દૂર કરી શકાય છે અને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી ત્વચાના કોષોને રિપેર કરીને કાળાશ દૂર કરે છે. આ ઉપરાંત, તે હીલ્સની ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને શુષ્કતા દૂર કરે છે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ત્વચા તથા વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા કરો જામુન વિનેગરનો ઉપયોગ; મળશે આ ફાયદા