ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
કોરોના નામની મહામારીથી સમગ્ર દેશ જ નહીં, આખી દુનિયા ઝઝૂમી રહી છે અને એક લાંબા સમય પછી હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. હવે માર્કેટથી માંડીને બધું નોર્મલ થઈ રહ્યું છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન હાલ દેશમાં જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશના અમુક કાર્યાલય અને ઓફિસોમાં પણ કોરોના વેક્સીનેશન પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એવામાં જે લોકોએ વેક્સીનેશન કરાવી લીધી છે તેની પાસે વેક્સીનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટને COWIN Appના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકો છે, જે થોડું મુશ્કેલ થઈ શકે છે. પરંતુ વોટ્સએપના માધ્યમથી તમે ક્ષણભરમાં વેક્સીનેશન સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો.
વોટ્સએપના માધ્યમથી કરોના વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા નીચે આપેલ સ્ટેપ્સ ફોલોવ કરો..
- વોટ્સએપ દ્વારા કોરોના વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા ફોનમાં +91-9013151515 નંબર સેવ કરી લો.
- હવે ત્યાર બાદ તમારું વોટ્સએપ ઓપન કરો.
- આ નંબર પર ‘COVID Certificate’ અથવા ‘Download Certificate’ લખીને સેન્ડ કરી દો.
- હવે તમારા ફોન નંબર પર 6 ડિજીટનો OTP આવશે.
- ફોનમાં આવેલા OTP નંબરને વોટ્સએપ ચેટમાં સેન્ડ કરી દો.
- હવે તમારા સામે આ મોબાઈલ નંબર દ્વારા કોવીન પોર્ટલ પર રજીસ્ટર્ડ બધા જ મેમ્બર્સનું લિસ્ટ આવી જશે.
- હવે તમારે જે મેમ્બરનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે તેનો સિરિયલ નંબર અહીં ચેટમાં ટાઈપ કરી દો.
- મેસેજ સેન્ડ કરતા જ તમારી પાસે PDF ફોર્મેટમાં વેક્સિનેશન સર્ટિફિકેટ આવી જશે.