News Continuous Bureau | Mumbai
સામાન્ય રીતે તમાલપત્ર નો ઉપયોગ ખોરાકમાં વઘાર તરીકે થાય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને ફોલિક એસિડ હોય છે. આની સાથે તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તમાલપત્ર ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેના ઉપયોગથી ખીલ, કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મળે છે. તમાલપત્રને દહીંમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે. આજના આર્ટિકલમાં અમે તમને તમાલપત્ર અને દહીંથી ફેસ પેક બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.
દહીં અને તમાલપત્ર ના પાંદડાના ફેસ પેક માટેની સામગ્રી
1. તમાલપત્ર નો પાંદડા નો પાવડર – 1/2 ચમચી
2. દહીં – 2 ચમચી
3. હળદર – ચપટી
4. મધ – 1/2 ચમચી
દહીં અને તમાલપત્ર ફેસ પેક બનાવવા અને લગાવવા માટે ની રીત
તમાલપત્ર અને દહીંનો ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ તમાલપત્રને મિક્સરમાં નાખીને પાવડર બનાવો. ત્યારબાદ એક બાઉલમાં તમાલપત્ર નો પાઉડર અને દહીં નાંખો અને તેને સારી રીતે ફેટી લો.પછી તેમાં હળદર અને મધ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.આ ફેસ પેકને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 10-15 મિનિટ માટે રહેવા દો.ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: હોળીમાં રંગોથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાયો