News Continuous Bureau | Mumbai
જો તમારી ત્વચા પર ખીલ કે પિમ્પલના નિશાન હોય તો તમે ઉનાળામાં ત્વચાની સંભાળમાં દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં વિટામિન સી, કેલ્શિયમ અને ઝિંક હોય છે. તે કુદરતી ત્વચા સંભાળ માટે નો એક સારો ઘટક છે. તો ચાલો દહીં માં કેટલીક વસ્તુઓ ઉમેરી ને આપણે ઘરે જ બનાવીએ કુદરતી ફેસ પેક
1) લીંબુના રસ અને દહીં નો ફેસ પેક
આ માટે તમને જોઈશે અડધો કપ દહીં અને એક ચમચી લીંબુનો રસ. હવે આ બંને સામગ્રી ને સારી રીતે મિક્સ કરો અને થોડા કલાકો માટે ફ્રીજમાં રાખો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને સારી રીતે મસાજ કરો. શ્રેષ્ઠ પરિણામો માટે આ એક અઠવાડિયા સુધી કરો.
2) દહીં અને ઓલિવ ઓઇલ નો ફેસ પેક
આ પેક બનાવવા તમને જોઈશે એક ચમચી દહીં, એક ચમચી ઓલિવ ઓઇલ અને ઓટમીલ પાવડર. હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. અડધો કલાક આમ જ રહેવા દો અને પછી ચહેરો સાફ કરી લો.
3) દહીં અને હળદર નો ફેસ પેક
આ માટે તમને જોઈશે એક ચમચી દહીં અને અડધી ચમચી હળદર. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને મિશ્રણને ત્વચા પર લગાવો. ત્રણ મિનિટ રાહ જુઓ અને ગરમ પાણીથી ધોઈ લો. આ ફેસ પેક તમારી ત્વચાને તાજગી આપે છે.
4) દહીં અને ગુલાબની પાંખડીઓ નો ફેસ પેક
આ પેક બનાવવા તમને જોઈશે બે ચમચી ગુલાબજળ,એક ચમચી દહીં, એક ચમચી મધ અને સાતથી આઠ ગુલાબની પાંખડીઓ. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેની પેસ્ટ બનવો ત્યારબાદ તમારા ચહેરા પર આ પેસ્ટ લગાવો. દસ મિનિટ રહેવા દો અને પાણીથી ધોઈ લો.
આ સમાચાર પણ વાંચો :બ્યૂટી ટિપ્સ: ખરતા વાળ ને અટકાવા માટે કુદરતી વસ્તુઓ ના ઉપયોગથી ઘરે જ બનાવો હેર સ્પા; જાણો તેને બનાવવાની અને લગાવવાની રીત વિશે
5) દહીં અને બટાકા નો પેક
આ માટે તમને જોઈશે બે ચમચી દહીં,એક ચમચી બટાકાનો પલ્પ અને એક ચમચી મધ. હવે આ ત્રણેય વસ્તુઓ ને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો. દસ મિનિટ પછી તેને ધોઈ લો.