News Continuous Bureau | Mumbai
નેલપોલિશના(Nail Polish) વધુ પડતા ઉપયોગથી ઘણી વખત આપણા નખ ને નુકસાન થાય છે, કારણ કે એક વખત કેમિકલનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ જો તમારે ઉતાવળમાં ક્યાંક જવું હોય તો તમે આ વસ્તુ ની મદદથી નેલપોલિશ ને સરળતાથી દૂર કરી શકો છો. તે તમારી આંગળીઓની આસપાસની કાળી ત્વચાને દૂર કરવામાં અસરકારક છે. આવો જાણીએ આ સરળ ટિપ્સ વિશે.
ટૂથપેસ્ટ(Toothpaste)
દાંતને ચમકાવવા માટે આપણે દરરોજ સવારે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજ ટૂથપેસ્ટ ની મદદ થી તમે નેલપોલિશ રીમુવ(Nail polish remover) કરી શકશો તો તેના માટે ટૂથપેસ્ટમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા નખ ધોયા પછી તમે બ્રશની મદદથી તમારા નેલ પેઇન્ટને સરળતાથી સાફ કરી શકો છો.
પાણી(water)
આપણી રોજિંદા જીવન માં ઉઠવા થી લઈને સૂવા સુધી પાણી એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.હવે આજ પાણી આપણા નેલ પેન્ટ ને રીમુવ કરવામાં મદદ કરશે આ માટે તમારે થોડું પાણી ગરમ કરવાનું છે, તે પછી તમારે તમારા બંને હાથને થોડીવાર માટે તેમાં બોળવા પડશે. આ પછી તમારે તેને બ્રશથી ઘસવું પડશે અને તે જ પાણીથી સાફ કરવું પડશે. આનાથી તમારી ત્વચા નરમ બનશે અને તમારી ત્વચાનો ટોન અકબંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ફેશિયલ કર્યા પછી આ વસ્તુઓ કરવાનું ટાળો-ચહેરા ને થઇ શકે છે નુકસાન
લીંબુ(Lemon)
પેટની સમસ્યા, ગેસ થવો, ઉલટી થવી જેવી સેંકડો સમસ્યાઓના નિરાકરણ લીંબુ નો ઉપયોગ થાય છે આજે તમારે તેનો ઉપયોગ નેલ રિમૂવર તરીકે કરવાનો છે આ માટે સૌપ્રથમ લીંબુ લો અને તેનો રસ ગરમ પાણીમાં નીચોવો, તમારી આંગળીઓને તે પાણીમાં થોડીવાર ડૂબાડીને હળવા હાથે રંગ દૂર કરો. આ સૌથી સહેલો રસ્તો છે.