News Continuous Bureau | Mumbai
ઘણા લોકો રોજ સવારે ઉઠી નરણા કોઠે ( વાસી મોઢે ) પાણી પીતા હોય છે,જો તમે પણ આ રીતે પાણી પીતા હોવ તો આ બે બાબતો વિશે ખાસ ધ્યાન(care) રાખવું જોઈએ.
1. રાત્રે સૂતી વખતે અવશ્ય બ્રશ (brush your teeth)કરવો જોઈએ. ક્યારે પણ રાત્રે બ્રશ કર્યા વગર ન સૂવું જોઈએ. કારણકે આપણે દિવસ દરમિયાન જે પણ કઈ ખાધું હોય તે દાંત માં ભરાઈ રહે છે અને આના કારણે દાંત માં સડો (cavity)થાય છે. આથી જ જે લોકો વાસી મોઢે એટલે કે નરણા કોઠે પાણી પીતા હોય તેમને રાત્રે સૂતી વખતે મોં સાફ કરી ને જ સૂવું જોઈએ.
2. જેમને કફની(cough) પ્રકૃતિ હોય તે લોકો ગરમ પાણીમાં લીંબુ(lemon), અથવા સાદું પાણી શકો છો,પાણી પીધાના અડધો કલાક સુધી કઈ ન લેવું.પાણી પીધાં ના અડધો કલાક બાદ તમે ચા કે કોફી લઇ શકો છો.
3. જેમને પિત્તની પ્રકૃતિ હોય તે લોકો એ પાણીમાં લીંબુ (lemon)નાખી ને ન પીવું જોઈએ. જેમને એસિડિટી(acidity) નો પ્રોબ્લેમ હોય,છાતીમાં બળતરા થતી હોય તેઓએ વાસી મોઢે માટલાનું પાણી પીવું. તમે પાણીમાં લીંબુના બદલે સિંધવ મીઠું અને જીરું નાખી શકો છો.
4. સવારે જ્યારે તમે વાસી મોઢે પાણી પીતા હોય ત્યારે ગટ ગટાવી પાણી ન પીવું જોઈએ એટલે કે, એક જ શ્વાસ માં કે એકી સાથે બધું પાણી(water) ના પીવું જોઈએ. પાણી હંમેશા ધીમે ધીમે અને બેસી ને પીવું જોઈએ. પાણી ને કદી પણ ઉભા ઉભા ના પીવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી-જો તમે પણ જ્યુસ પીવા પ્લાસ્ટિક ની સ્ટ્રોનો ઉપયોગ કરતા હોવ તો થઇ જાઓ સાવધાન-આરોગ્યને થઇ શકે છે આ ગંભીર નુકસાન