ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
કિસ્મત ક્યારે, ક્યાં અને કેવી રીતે બદલાઈ જાય એ કહી શકાય નહિ. લંડનમાં પણ એક વ્યક્તિના નસીબ એવા જોર કરી ગયા કે તે રાતોરાત લખપતિ બની ગયો છે. વાત એમ છે કે એક શખ્સે ચોરબજારમાંથી એક ચમચી માત્ર ૯૦ પૈસામાં ખરીદી હતી અને એની હરાજીમાં તેને લગભગ બે લાખ રૂપિયા મળ્યા હોવાનો એક મીડિયા હાઉસના અહેવાલમાં દાવો કરાયો છે.
હકીકતે આ વ્યક્તિ બજારમાંથી પસાર થતો હતો ત્યારે તેની નજર આ ચમચી પર ગઈ હતી અને તે તુરંત સમજી ગયો હતો કે આ ચમચી સામાન્ય નથી. તેણે આ પાંચ ઇંચની ચમચી ખરીદી અને તપાસ કરી તો જણાયું કે તેની ડિઝાઇન 13મી સદીના રોમન યુરોપિયન સ્ટાઇલની છે અને આ ચમચીમાં ચાંદી પણ છે. આ શખ્સે બાદમાં આ ચમચીને 52 હજાર રૂપિયામાં વેચવા માટે ઑનલાઇન પૉર્ટલ પર મૂકી અને છેલ્લે હરાજીમાં તેને આ ચમચીના ૧.૯૭ લાખ મળ્યા હતા.
જોકેશખ્સે પોતાની ઓળખ છુપાવી છે, પરંતુ તેની આ સ્ટોરી ચમચીની હરાજી કરનારી કંપનીએ શૅર કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શખ્સે કાર બૂટ માર્કેટમાં જઈ રહ્યો હતો, જ્યાં તેણે એક સેલર પાસે આ ચમચી જોઈ હતી.