ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં લુપ્ત પ્રજાતિના પ્રાણીઓનું ગેરકાયદે રીતે વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર ઍનિમલ વેલ્ફેર બોર્ડ પાસેથી લુપ્ત પ્રજાતિનાં પ્રાણીઓ વેચતી દુકાનોની યાદી મગાવી હતી તેમ જ યોગ્ય લાઇસન્સ ધરાવતી દુકાનોની સંખ્યાની જાણકારી પણ કોર્ટે માગી છે.
હાઈ કોર્ટમાં લાઇસન્સ વગર પાળેલાં પ્રાણીઓનાં ગેરકાયદે વેચાણ સાથે નિયમોનું ઉલ્લંઘન થતું હોવાને મુદ્દે જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન અરજદારે કોર્ટેને જણાવ્યું હતું કે ગેરકાયદે દુકાનો બંધ કરવાનો હાઈ કોર્ટનો આદેશ છે. છતાં ક્રાફર્ડ માર્કેટમાં અને કુર્લામાં પ્રાણીઓનો ગેરકાયદે વેપાર થઈ રહ્યો છે. પાલિકાએ આપેલા લાઇસન્સના આધારે તેમણે દુકાનો ખોલી છે. પરંતુ પાલિકા આ પ્રાણીઓને વેચવાની મંજૂરી આપી શકે નહીં. એ માટે રાજ્યના ઍનિમલ વેલ્ફેર બોર્ડની મંજૂરી મેળવવી જરૂરી છે.
વાહ! પ્રવાસ પહેલાં જ જાણી શકાશે ટૉલની રકમ, ગુગલ મેપનું નવું ફીચર
અરજદારના કહેવા મુજબ દુકાનમાં વેચવા માટે લાવવામાં આવતાં પશુ-પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. તેમને વરસાદમાં ભીંજાતાં અને ભૂખ્યાં રાખવામાં આવતાં હોય છે.