Site icon

દુનિયામાં પ્રથમવાર કેપ્ચર થઈ આકાશગંગાના બ્લેક હોલની તસવીર, હવે ખુલશે અનેક મોટા રહસ્યો; જુઓ તસ્વીર, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વૈજ્ઞાનિકોએ પહેલીવાર આકાશગંગા(galaxy)ના કેન્દ્રમાં બ્લેક હોલ(Black hole)ની તસવીર જાહેર કરી છે. આ બ્લેક હોલનું નામ ધનુરાશિ A(Sagittarius A) છે, જે Sagittarius અને Scorpius નક્ષત્રોની સરહદ પાસે છે. આ આપણા સૂર્ય(sun)થી 4 મિલિયન ગણો વધુ મોટો છે. ચિલીમાં યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી (European Southern Observatory in Chile)ખાતેનું વેરી લાર્જ ટેલિસ્કોપ ઇન્ટરફેરોમીટર આકાશગંગા(Galaxy)ના કેન્દ્રની તસવીરો લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને 'રહસ્યમય' બ્લેક હોલ દેખાયું. જેને તેઓએ સેગિટેરિયસ-એ(Sagittarius-A)  તેવું નામ આપ્યું જો કે તે માત્ર થોડી સેકન્ડો માટે જ દેખાયું હતું. પછી ગાયબ થઈ ગયું.

Join Our WhatsApp Community

વૈજ્ઞાનિકો(scientist) દ્વારા લેવામાં આવેલી આ તસવીરમાં એક કેન્દ્રિય અંધારું પ્રદેશ દેખાય છે, જે બ્લેક હોલ છે. આ સમગ્ર પ્રદેશ ગુરુત્વાકર્ષણ બળ(Force of gravity) દ્વારા સુપર-હીટેડ ગેસ(Super-heated gas)માંથી નીકળતા પ્રકાશથી ઘેરાયેલો છે. Sagittarius A નામનું આ બ્લેક હોલ આપણા સૌરમંડળ(Solar system)થી લગભગ 27,000 પ્રકાશ વર્ષ દૂર છે, જેના કારણે આ બ્લેક હોલના ગુરુત્વાકર્ષણ(gravity)થી સૌરમંડળને કોઈ ખતરો નથી. આ શોધ ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સના વિશેષ અંકમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ પુરાવા છે કે વૈજ્ઞાનિકોએ જે પદાર્થ શોધી કાઢ્યો છે તે બ્લેક હોલ છે. વૈજ્ઞાનિકો (scientist) દ્વારા જાહેર કરાયેલી તસવીર બ્લેક હોલનો પ્રથમ સીધો દેખાતો પુરાવો છે

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

દુનિયાના વિવિધ દેશોના સંગઠન  'International Consortium' એ ગુરૂવારે આ બ્લેક હોલની રંગીન તસવીર જાહેર કરી છે. આ તસવીર Horizon Telescope થી લેવામાં આવી છે. દુનિયાના અલગ-અલગ ભારમાં Consortium તરફથી આ પ્રકારના 8 સિન્ક્રોનાઇઝ રેડિયો ટેલીસ્કોપ લગાવવામાં આવ્યા છે. કંસોર્ટિયમે આ પહેલા પણ પોતાની આશાકગંગાના બ્લેક હોલની તસવીર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહોતી. 

વૈજ્ઞાનિકો(scientist)એ અગાઉ આકાશગંગાના કેન્દ્રમાં અદ્રશ્ય, ગાઢ અને વિશાળ આકાશગંગાની પરિક્રમા કરતા તારાઓનું અવલોકન કર્યું હતું. આ અવલોકન પરથી સ્પષ્ટ થાય છે કે ધનુરાશિ એ સ્ટાર તરીકે ઓળખાતી વસ્તુ બ્લેક હોલ છે. આ પહેલાં 2019માં આવી તસવીર જાહેર કરવામાં આવી હતી. તે સમયે 53 મિલિયન પ્રકાશ વર્ષ દૂર એક આકાશગંગાના બ્લેક હોલની તસવીર કેપ્ચર કરવામાં આવી હતી. આપણી આકાશ ગંગાનો બ્લેક હોલ ધરતીથી આશરે 27,000 પ્રકાશ વર્ષ દૂર છે. એક પ્રકાશ વર્ષ 5.9 ટ્રિલિયન માઇક (9.5 ટ્રિલિયન કિલોમીટર) હોય છે. 

ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ કોલાબોરેશન ટીમના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર હેનો ફાલ્કેનું કહેવું  છે કે તે ખૂબ જ ખાસ છે કારણ કે તે એક સુપરમાસિવ બ્લેક હોલ છે. વૈજ્ઞાનિકે કહ્યું કે આ બ્લેક હોલ અમારું ઘરના પાછળના ભાગમાં છે. આ અમને બ્લેક હોલને સમજવામાં ઘણી મદદ કરશે.

 

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version