ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ખગોળપ્રેમીઓને માટે આવતા વર્ષે બે વખત મોટો ચંદ્ર જોવા મળવાનો છે. એટલે કે નવા વર્ષમાં બે વખત સુપરમૂનનો નજારો જોવા મળશે. 14 જૂનના જયેષ્ઠ પૂનમ છે અને 13 જુલાઈના અષાઢી પૂનમ છે. આ બંને પૂનમના રાતના સમયે ચંદ્ર પૃથ્વીથી સૌથી વધુ નજીક આવવાનો હોવાથી બે વખત સુપરમૂન જોવા મળશે.
2022ની સાલમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ એમ કુલ ચાર ગ્રહણ છે. તેમાંથી 25 ઓક્ટોબરના ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 8 નવેમ્બરના ખગ્રાસ સૂર્યગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોવા મળશે. તો 30 એપ્રિલના ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 16 મેના રોજ થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
એ સિવાય ખગોળપ્રેમીઓને આવતા વર્ષમાં ઉલ્કાવર્ષા પણ માણવા મળવાની છે. જેમાં ચાર જાન્યુઆરી, પાંચ મે, 20 જૂન, 28 જુલા, 12 ઓગસ્ટ, 22 ઓક્ટોબર, 17 નવેમ્બર અને 13 ડિસેમ્બરના રાતના સમયે આકાશમાં ઉલ્કાવર્ષા જોવા મળશે.