ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.
શનિવાર
અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં એક પ્લાસ્ટિક સર્જને એટલા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી કારણ કે તે કાન પાસે ચિલ્લાવી રહી હતી. રોબર્ટ બિરેનબામ નામના ડૉક્ટરને 1985માં પોતાની પત્નીની હત્યાના ગુના હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટમાં રોબર્ટે કરેલી કબૂલાત મુજબ ઘટનાના દિવસે તેની પત્ની ગેલ કાટ્જ કાન પાસે જોર-જોરથી ચિલ્લાવતી હતી. એથી તેને ભારે ગુસ્સો આવ્યો હતો. તેથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પછી તેની લાશને ચાલતી ફ્લાઇટમાંથી દરિયામાં ફેંકી દીધી હતી. રોબર્ટ એક પ્લાસ્ટિક સર્જન હોવાની સાથે જ એક અનુભવી પાઇલટ પણ હતો.
વેપારીઓની સામાન્ય નાગરિકોને હાથ જોડીને વિનંતી : આ દિવાળીમાં સામાન્ય દુકાન થી ખરીદો ઓનલાઇન નહીં
એક વિદેશી અખબારમાં આવેલા અહેવાલ મુજબ રોબર્ટે કરેલી કબૂલાત મુજબ હત્યા સમયે તે એટલો મૅચ્યૉર નહોતો. ગુસ્સાને કેવી રીતે નિયંત્રણમાં લાવવો તે સમજી શકતો નહોતો. તેની પત્ની તેના પર ચિલ્લાવાનું બંધ કરે તે એટલું જ ઇચ્છતો હતો. એટલે તેણે તેના પર હુમલો કર્યો હતો, જેને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. તેથી તેના શરીરને તે પ્લેનમાં ઉપર લઈ ગયો હતો અને પછી દરિયા ઉપર જઈને પ્લેનનો દરવાજો ખોલીને તેના મૃતદેહને ફેંકી દીધો હતો. સ્થાનિક કોર્ટે તેને સાયકો ગણાવીને પત્નીની હત્યા માટે દોષી જાહેર કરીને સજા ફટકારી હતી.