News Continuous Bureau | Mumbai
ખાનગી હવામાન નિરીક્ષક સ્કાયમેટે(Skymet) સમગ્ર દેશમાં આ વર્ષના ચોમાસા(Monsoon) માટે તેની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટ(Skymet) અનુસાર દેશમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ(Monsoon) સામાન્ય રહેવાની શક્યતા છે. દેશમાં કોરોના કાળ(coronavirus) પછી એક તરફ વ્યાપાર-ધંધાને વેગ મળી રહ્યો છે તે સમયે સ્કાયમેટ દ્વારા જૂનથી સપ્ટેમ્બરની લાંબાગાળાની આગાહી આજે જાહેર કરવામાં આવી છે અને જણાવાયું છે કે દેશમાં સરેરાશ 881 મીલીમીટર વરસાદ ચાર મહિનામાં પડશે અને નૈઋત્યનું ચોમાસુ 96 થી 104 ટકા વચ્ચે રહેવાની સંભાવના છે.
આગાહીમાં વધુમાં જણાવાયું છે કે ભૌગોલિક રીતે જોખમમાં રાજસ્થાન(Rajsthan), ગુજરાત(Gujarat)માં ચોમાસામાં ખાધ રહે તેવી ધારણા છે. તેમની સાથે નાગાલેન્ડ(Nagaland), મણિપુર(Manipur), મિઝોરમ(mizoram) અને ત્રિપુરા(Tripura)માં પણ ચોમાસામાં ખાધ રહેશે. સ્કાયમેટની આગાહીમાં એ પણ જણાવાયું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસ દરમ્યાન કેરળ અને કર્ણાટકના આંતરિક ભાગોમાં છુટોછવાયો વરસાદ જોવા મળશે પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારત કે જે ભારતના અનાજ ભંડાર તરીકે ગણાય છે તેવા રાજયો ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની ધારણા છે. સ્કાયમેટ એ જણાવ્યું છે કે 65 ટકા ચાન્સ ચોમાસુ સામાન્ય રહેવાના છે. 25% ચાન્સ ચોમાસુ ખાધવાળુ અને 10% ચાન્સ ચોમાસુ સામાન્યથી વધુ રહેશે. પરંતુ 2022ને દુષ્કાળનું વર્ષ ગણી શકાય તેવું ચોમાસુ નહીં હોય.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમાલની રોપ ટ્રીક જાણે છે. હવે અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી અને બાઇડનને ઠંડા પાડી દીધા. જાણો વિગતે
સ્કાયમેટની આગાહીમાં જણાવાયું છે કે છેલ્લા બે ચોમાસામાં લા-નીના ફેકટરના કારણે સારો વરસાદ થયો હતો અને આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે લા-નીના ફેકટર સક્રિય હશે. જેના કારણે અલ-નીનો ફેકટર સર્જાવાની શક્યતા નહીવત છે અને તેથી ભારતના ચોમાસા પર તેની અસર નહીં થાય. તેમ છતાં આ વર્ષનું ચોમાસુ થોડુંક છુટાછવાયા વરસાદ તો થોડુંક સતત વરસાદના કારણે અસાધારણ રહેશે તેવુ મનાય છે. અત્યાર સુધીના કોઈપણ ફેક્ટરમાં ચોમાસાના એકંદરે નેગેટિવ ફેકટર જોવા મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે સ્કાયમેટે અગાઉ 21 ફેબ્રુઆરીએ ચોમાસાની આગાહી જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે. સ્કાયમેટે આજે તેની આગાહીનું પુનરાવર્તન કર્યું છે.