ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
જયારે કોરોના વાયરસને કારણે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારો ટી -20 વર્લ્ડ કપ એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. તે જ સમયે, આવતા વર્ષે યોજાનારા ટી 20 વર્લ્ડ કપ એટલે કે 2021 ફક્ત ભારતમાં જ યોજાશે. આ નિર્ણય વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 07 ઓગસ્ટ 2020 ના રોજ યોજાયેલ આઈસીસીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડા અર્લ એડિંગ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસને કારણે મોકૂફ કરવામાં આવેલો ટી20 વર્લ્ડ કપ 2020 હવે 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. ભારતમાં યોજાનારો ટી20 વર્લ્ડ કપ 2021 તેના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રહેશે.' આઇસીસીએ એમ પણ કહ્યું હતું કે કોરોનાને કારણે આવતા વર્ષે ન્યૂઝીલેન્ડમાં યોજાનારો વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ફેબ્રુઆરી માર્ચ 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આઇસીસીએ બેઠકમાં ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી આ નિર્ણય લીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com