ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જુલાઈ 2021
મંગળવાર
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષમાં લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે રેલવેની ટ્રેનો હજી પણ નિયમિત થઈ નથી, ત્યારે હવે ધીમે ધીમે કોરોનાની લહેર નિયંત્રણમાં આવી રહી છે અને પ્રતિબંધો પણ હળવા થઈ રહ્યા છે. એથી રેલવે પ્રશાસને પણ ફરી પોતાની 32 ટ્રેનોને ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2020થી આ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલે 32 ટ્રેનો ચાલુ કરવા બાબતે ટ્વીટ કર્યું છે.
ગિલોયથી કેટલાક લોકોના લીવરને થયું નુકસાન : એક વ્યક્તિનું મોત; રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી હકીકત
ભારતીય રેલવે મંત્રાલયે ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે એ બાબતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. એ મુજબ ગરીબ રથ, તાજ એક્સપ્રેસ, શાન પંજાબ અને ઑગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ સહિતની 32 ટ્રેનો પુનઃ દોડાવવામાં આવવાની છે. એમાં કાલકાથી વૈષ્ણોદેવી, અંબાલા કેન્ટ જંક્શનથી બેરોની જંક્શન, હરિકટ એક્સપ્રેસ, મડગાવ-ચંડીગઢ, લોકમાન્ય ટિળક ટર્મિનસ વગેરે ટ્રેનનો પણ સમાવેશે થાય છે.