News Continuous Bureau | Mumbai
દેશમાં તહેવારોની સીઝનનો માહોલ છે, દિવાળી અને છઠ પૂજાનો સમય નજીક છે. લોકોએ ટ્રેનની ટિકિટ બુક(Tickit Bokking) કરાવી લીધી છે. જ્યારે કોઇ પોતાના ઘરે જાહેર છે ત્યારે સ્પષ્ટ છે કે તહેવારના સમયે સામાન પણ લઇને જાય છે. શું તમે જાણો છો કે એક મુસાફર ટ્રેન(passenger) માં પોતાનો સાથે કેટલો સામાન (Luggage) લઇને જઇ શકે છે.?? તો ચાલો જાણીએ તે નિયમો વિશે..
ભારતીય રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-2 કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઈ જવા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે, તમે એક નિર્ધારિત મર્યાદા સુધી જ સામાન લઈ જઈ શકો છો. તમારી ટિકિટ પ્રમાણે વજન નક્કી કરવામાં આવે છે અને તે મુજબ ટ્રેનમાં સામાન લઈ જઈ શકાય છે. જો તમે આનાથી વધુ સામાન લઈ જાઓ છો તો તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે એટલે કે તમારે દંડ ચૂકવવો પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ- તોડવા પર થઈ શકે છે જેલ
ભારતીય રેલવેના નિયમો અનુસાર, એક યાત્રી સ્લીપર કોચમાં 40 કિલોનો સામાન લઈ જઈ શકે છે. જો ત્યાં બે લોકો હોય, તો 80 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે. આ મર્યાદા પ્રતિ પેસેન્જરના આધારે છે. તે જ સમયે, ટિયર-2 કોચમાં, એક યાત્રી 50 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે. પ્રથમ વર્ગમાં આ મર્યાદા વધુ બની જાય છે. ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનારા 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે.
જો કોઇ લિમિટથી વધુ સામાન લઇને ટ્રેનમાં મુસાફરી કરે છે તો તેને 500 કિલોમીટર સુધી મુસાફરી કરવામાં 600 રૂપિયાથી વધુ ફાઇન ચૂકવવો પડે છે. આ દંડ અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. જો સામાન વધુ છે તો લગેજ બોગીમાં તેને જમા કરાવવાનો હોય છે. જો તે આવું ન કરે તો મુસાફરને દંડ પણ ભરવો પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન