News Continuous Bureau | Mumbai
બહારગામની હોય કે લોકલ ટ્રેન(Local train) દરેકમાં મોટરમેન(Motorman) અને ગાર્ડ(guard) જોવા મળશે. તેમના વિના ટ્રેન ક્યારેય દોડી નહીં શકે. પરંતુ હવે રેલવે પ્રશાસને(Railway Administration) એક મોટો નિર્ણય લીધો છે. તે મુજબ હવે તમને ટ્રેનમાં ગાર્ડ નામની વ્યક્તિ દેખાશે નહીં. કારણ કે રેલવે પ્રશાસન દ્વારા હવે આ ગાર્ડનું નામ બદલવામાં આવવાનું છે.
રેલવે કર્મચારીઓની(Railway Employees) ઘણા વર્ષોની માંગણી હવે પૂરી થવાની છે. ટ્રેન ગાર્ડનું(Train guard) નામ ટ્રેન મેનેજર(Train manager) તરીકે રાખવાની માંગણી કરવામાં આવી હતી. હવે તેને રેલવે પ્રશાસન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. તેથી હવે ટ્રેન ગાર્ડને ગાર્ડને બદલે ટ્રેન મેનેજર(Train manager) કહેવાશે.
ટ્રેન ગાર્ડની મોટી જવાબદારી છે. યાત્રીઓની સુરક્ષા(passengers safety) ઉપરાંત ગાર્ડ પર બીજી ઘણી જવાબદારીઓ છે. આથી કર્મચારીઓ દ્વારા 2004થી ગાર્ડના હોદ્દા બદલવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ હોદ્દો બદલાય તો પણ તેમની જવાબદારીઓ એ જ રહેશે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- શું છે આ રેઈનબો ડાયેટ- જાણો તેને બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે
આસિસ્ટન્ટ ગાર્ડ(Assistant guard) હવેથી આસિસ્ટન્ટ પેસેન્જર ટ્રેન(Assistant passenger) મેનેજર તરીકે ઓળખાશે. ગુડ્સ ગાર્ડ(Goods Guards) હવે ગુડ્સ ટ્રેન(Goods train manager) મેનેજર અને સિનિયર ગુડ્સ ગાર્ડ હવેથી સિનિયર ગુડ્સ મેનેજર તો સિનિયર પેસેન્જર ગાર્ડ હવેથી સિનિયર પેસેન્જર ટ્રેન મેનેજર અને મેલ / એક્સપ્રેસ ગાર્ડ (Mail Epress guard) હવેથી મેલ / એક્સપ્રેસ ટ્રેન(Mail/Express train) મેનેજર તરીકે ઓળખાશે.