News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ(flight)માં દુર્ઘટના(Accident) સર્જાઇ છે. ગુરુવારે ઇન્ડિગોની ફ્લાઇટ આસામ (Assam)ના જોરહાટ(Jorhat)થી કોલકાતા(Kolkata) માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.
Guwahati Kolkata @indigo flight 6F 757 slips from runway and stucked in muddy field in Jorhat airport in Assam. The flight was scheduled to depart at 2.20 pm but flight delayed after the incident. pic.twitter.com/spDT1BRHNd
— Dibya Bordoloi (@dibyabordoloi80) July 28, 2022
મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિગોની વિમાન આસામના જોરહાટથી બંગાળ(Bengal)ના કોલકાતા જઈ રહ્યું હતું. જો કે, જ્યારે તેને ટેક-ઓફ માટે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે પ્લેન લપસી ગયું હતું. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ
આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ફ્લાઈટમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.