ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
કહેવાય છે કે જાે વ્યક્તિનું નસીબ સાથ આપે છે તો તે પળવારમાં ધનવાન બની જાય છે. તેના અનેક ઉદાહરણો આપણે જાેતા રહીએ છીએ. કોઈને લોટરી લાગી તો કોઈને જેકપોટ. તાજેતરમાં આવો જ એક મામલો ઈન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. આ માછીમાર સાથે કંઈક એવુ થયુ કે તેનું રાતોરાત નસીબ બદલાઈ ગયુ. તે સમુદ્રમાં માછલી પકડવા ગયો હતો અને તેના હાથમાં કરોડો રૂપિયાનો ખજાનો લાગી ગયો. આ ખબર સામે આવ્યા બાદ લોકો માછીમારને નસીબદાર ગણાવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઈન્ડોનેશિયાના બાંગ્કા બેલિતુંગ સમુદ્ર પર એક માછીમાર માછલી પકડવા માટે ગયો હતો. તે બોટમાં જાળ નાખીને સમુદ્રમાંથી માછલી પકડી રહ્યો હતો. તેણે સમુદ્રમાં પોતાની જાળ ફેંકી અને માછલીઓના ફસાવવાની રાહ જોવા લાગ્યો. તેની થોડી મિનિટો બાદ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો તેની આંખો ખુલ્લી રહી ગઈ. હકીકતમાં તેની જાળમાં માછલી નહીં પરંતુ અમુક બોક્સ ફસાઈ ગયા હતા. તેણે આ બોક્સ ખોલવાનું શરૂ કર્યું. તેમાં ઘણા બોક્સ હતા, જેના પર એપલનો લોગો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે બોક્સ ખાલી હશે, પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા. આ બોક્સમાં એપલના અલગ-અલગ પ્રોડક્ટ્સ હતા. તેમાં આઈફોન આઈપેડ અને મેકબુક હતા. જેની કિંમત કરોડો રૂપિયા જણાવવામાં આવી રહી છે.
ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું, વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં ફેલાયો; આવું રહેશે તો ત્રણ દિવસમાં બમણા કેસ આવશેઃ WHOની ચેતવણી
માછીમારે આ ઘટનાનો વીડિયો ટિકટોક પર શેર કર્યો. ફોટો શેર કરતી વખતે માછીમારે લખ્યું, ‘આ રીતે બદલાઈ છે નસીબ.’ જેને પણ આ ઘટનાની જાણ થઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેમનો વીડિયો જોયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે બોક્સમાં રાખેલી પ્રોડક્ટ પાણીના કારણે બગડી ગઈ છે ?, માછીમારે કહ્યું કે બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ પાણીને કારણે બગડી નથી. બોક્સની અંદર પાણી નથી. પેકિંગ એટલી સારી રીતે કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વસ્તુને નુકસાન થયું નથી.