News Continuous Bureau | Mumbai
PMSBY: આજે પણ દેશમાં એવા કરોડો લોકો છે, જેઓ બીમાર હોય ત્યારે તેમની સારવાર પણ કરાવી શકતા નથી. કારણ કે તેમની પાસે ડોક્ટરોની ફી ભરવાના રૂપિયા નથી હોતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. તેની સાથે જોડા પછી, જો તમને ગંભીર બીમારી થાય છે, તો તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. સ્કીમની ખાસ વાત એ છે કે તમારે તેમાં કંઈપણ ચૂકવવું પડતું નથી. તમે દર મહિને માત્ર 1 રૂપિયા જમા કરીને યોજનાનો લાભ લઈ શકો છો.
શું છે વીમા કવર મળવાની શરતો ?
આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માં જોડાયા પછી, જો તમને ગંભીર અકસ્માત નડે છે અથવા અકસ્માતમાં મૃત્યુ પામો છો, તો સરકારી યોજના હેઠળ, તમારા પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. તેની સાથે આંશિક વિકલાંગતાના કિસ્સામાં પણ 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. સત્તાવાર વેબસાઈટ મુજબ, સ્કીમમાં સામેલ થવા માટે તમારે વાર્ષિક 12 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે તમારા રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી દર મહિને એક રૂપિયો કપાશે.
આ દસ્તાવેજો જરૂરી
આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેની સાથે જ આધાર નંબરને બેંક ખાતા સાથે લિંક કરવો પણ જરૂરી છે. યોજના હેઠળ 1 જૂનથી 31 મે સુધી એક વર્ષ ગણવામાં આવે છે. રજીસ્ટ્રેશન દર મહિને રિન્યુ કરાવવાનું રહેશે. આપને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિનું જોઈન્ટ એકાઉન્ટ છે, તો આ સ્થિતિમાં તમામ ખાતાધારકો આ યોજનામાં જોડાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ફક્ત બેંક ખાતા દ્વારા જ આ યોજનામાં જોડાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: એપ્રિલમાં પશ્ચિમ રેલવેના આર.પી.એફ દ્વારા મોટી કામગીરી, અનધિકૃત રેલ ટિકિટ દલાલો સામે કડક કાર્યવાહી. આટલા લાખ રૂપિયા નો મુદ્દામાલ ઝડપાયો.