ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
આઇપીએલ 2020ની સિઝન માટે વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11એ લગભગ સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર હાંસલ કરી લીધુ છે. આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલએ જણાવ્યુ હતું કે, ‘ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે.’ ઉલ્લેખનીય છે કે ડ્રીમ 11 છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલી છે.
જો કે આ કંપની પણ ચીન સાથે જોડાયેલી હોવાનો વિવાદ ઉઠ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચીની કંપનીએ ડ્રીમ 11 માં અનેક કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેનો મોટો હિસ્સો છે. જોકે, બીસીસીઆઈએ પણ આ સમગ્ર મામલે પોતાનો પક્ષ મૂક્યો છે અને આવા આક્ષેપોને ફગાવી દીધા છે. બોર્ડનાં સૂત્રનું કહેવું છે કે, ડ્રીમ 11 ભારતીય કંપની છે. જ્યાં 400 થી વધુ કર્મચારીઓ ભારતીય છે અને તેના સ્થાપકો હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. વધુમાં સૂત્રએ જણાવ્યું હતું કે, કલારી કેપિટલ અને મલ્ટીપલ્સ ઇક્વિટી આ કંપનીના ભારતીય રોકાણકારો છે. ડ્રીમ 11ના ઉત્પાદનોનો ઉપયોગ ભારતીયો દ્વારા કરવામાં આવે છે. ટેનસેન્ટનો હિસ્સો માત્ર એક આંકડામાં જ છે તેથી આ વિવાદ વણજોઈતો છે.
નોંધનીય છે કે, આ પહેલા ચાઇનીસ કંપની વિવો આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વિવોની સ્પોન્સરશિપને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા.,,,
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com