ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. ચાલુ વર્ષે આઇપીએલમાં વિવો સ્પોન્સર નહીં કરે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં ચાઈનીઝ સ્પોન્સર જાળવી રાખવાનો ચારે બાજુથી વિરોધ થતો હતો. જે બાદ હવે આઈપીએલ 2020માં વીવો સ્પોન્સર નહીં હોય. નોંધપાત્ર વાત છે કે ભારત અને ચીન વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ચીઈનીઝ કંપનીઓનો દેશમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.
હવે આઈપીએલ નવા સ્પોન્સરની શોધમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ એક ભારતીય કંપની સાથે વાતચીત કરી રહી છે. રેસમાં એક અમેરિકન કંપની પણ છે. જો ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં કોઈ સુધાર આવશે, તો પછી 2021 થી 2023 સુધી, વિવો ફરીથી સ્પોન્સર બની શકશે. બીસીસીઆઈનો વિવો સાથે 2022 સુધી કરાર છે. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, વીવો 2021 થી 2023 સુધી 1400 કરોડના બદલામાં સ્પોન્સર રહી શકે છે.
નોંધનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટુર્નામેન્ટની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. પ્રથમ વખત ફાઇનલ વીકેન્ડના બદલે વીક ડેમાં રમાશે. નોંધનીય છે કે આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચના રોજ વિતેલા વર્ષે ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન્સ અને રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચથી થવાની હતી પરંતુ કોરોનાના કહેરની વચ્ચે લીગને અનિશ્ચિત સમય માટે ટાળવામાં આવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com