News Continuous Bureau | Mumbai
ભારત(India)માં તહેવારોની સિઝન(Festive season) શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે. દરમિયાન મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે(Indian Railway)એ ઘણી તહેવાર વિશેષ ટ્રેનો શરૂ કરી છે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન(reservation) માટે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર રેલવે ટિકિટ(Railway Ticket) બુક કરાવી શકો છો. આ નવી સુવિધાનું નામ છે 'ટ્રાવેલ નાઉ પે લેટર'(Travel Now Pay Later). આના દ્વારા ગ્રાહકો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ (Railway Ticket booking TNPL) બુક કરાવી શકે છે. તમને આ સુવિધા IRCTCની Rail Connect એપ પર પણ મળે છે. IRCTC એ 'ટ્રાવેલ નાઉ પે લેટર'ની સુવિધા આપવા માટે CASHe સાથે ભાગીદારી કરી છે.
આ સમાચાર પણ વાંચો : દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન
આ સુવિધાનો લાભ લઈને, મુસાફર પૈસા ખર્ચ્યા વિના રેલવે ટિકિટ બુક કરાવી શકે છે. મુસાફર CASHe ના EMI વિકલ્પને પસંદ કરીને સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે. મુસાફર આ ટિકિટ 3 થી 6 મહિનાના EMI વિકલ્પ દ્વારા ચૂકવી શકે છે. આ સુવિધા થકી કરોડો રેલવે મુસાફરોને મોટો ફાયદો થશે. ખાસ વાત એ છે કે મુસાફર તત્કાલ અને સામાન્ય બંને ટિકિટ બુકિંગ માટે ‘ટ્રાવેલ નાઉ અને પે લેટર’ની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે IRCTCએ ભારતીય રેલ્વેની પેટાકંપની છે જે કેટરિંગ, પ્રવાસન અને ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પૂરી પાડે છે. IRCTC ટ્રાવેલ એપ દ્વારા દરરોજ 15 લાખથી વધુ ટ્રેન ટિકિટ બુક થાય છે.
આ સમાચાર પણ વાંચો : દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ- તોડવા પર થઈ શકે છે જેલ