News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવે (Indian Railway) મુસાફરોને નવી સુવિધાઓ આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. બહારગામ જતી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરો (Passenger) ને ભોજન આપવામાં આવે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય રેલવે દ્વારા મુસાફરોને આપવામાં આવતા આ ભોજનના મેનુમાં ફેરફાર કરવામાં આવશે. ડાયાબિટીસના (Liabilities patient) દર્દીઓ અને બાળકોને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર ખોરાક આપવામાં આવશે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ને રેલવે મંત્રાલય દ્વારા ફૂડ મેનુ (Food Menu) માં ફેરફાર કરવા માટે છૂટ આપવામાં આવી છે. આ નવી સુવિધા અનુસાર મુસાફરોને તેમની પસંદગી અનુસાર પ્રાદેશિક ભોજન મળશે.
આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવે પર 27 કલાકના મેગા બ્લોકને કારણે 1,096 લોકલ ટ્રેનો રદ! મુંબઈકરોની સેવામાં દોડશે BESTની આટલી વધારાની બસો… જાણો શેડ્યુઅલ
આ નવા મેનુ મુજબ મુસાફરો તેમની મનપસંદ વાનગીઓ અને મોસમી વાનગીઓની સાથે પ્રાદેશિક ભોજનનો આનંદ લઈ શકશે. ડાયાબિટીસના દર્દીઓ, બાળકો માટે હેલ્ધી ફૂડ ઓપ્શન્સ ધરાવતા ગ્રુપો માટે એક વિશેષ મેનૂ પણ હશે. ઉદાહરણ તરીકે, ગુજરાત જતી ટ્રેનોમાં ફાફડા, ઢોકળા અને અને મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં વડાપાવ જેવી સ્થાનિક વાનગીઓ મળશે.
IRCTC દ્વારા પૂર્વ-નિર્ધારિત બજેટ મુજબ પ્રીપેડ ટ્રેનોમાં મેનુ આપવામાં આવશે. તેમજ ટ્રેનોમાં MRP પર અ-લા-કાર્ટે ફૂડ અને બ્રાન્ડેડ ફૂડની મંજૂરી આપવામાં આવશે. ભોજનની ગુણવત્તા જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત મેનુ ટેરિફ સુસંગત હશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રેલ્વે બોર્ડ (Railway board) ભોજનનું મેનુ નક્કી કરતું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર (Maharashtra) જેવા દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોના મુસાફરો તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેઓને પ્રાદેશિક ભોજન મળતો નથી. કારણ કે રેલવે પાસે માત્ર એક જ પ્રકારની ખાણા-પીણી છે. આ પહેલીવાર છે જ્યારે બોર્ડે IRCTCને અધિકાર આપ્યો છે કે તેઓ મેનુમાં પોતાની રીતે ફેરફાર કરી શકે.
આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં