શું તમે ટ્રેનમાં રેલવેનું ઘટીયા ખાવાનું ખાઈને કંટાળી ગયા છો- હવે આવું નહીં થાય-ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ ટ્રેનોમાં ખાવાનું પૂરું પાડશે-જાણો રેલવેની નવી યોજના વિશે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

IRCTC દ્વારા સંચાલિત રસોડાથી મળતું ખાવાનું અનેકને ફાવતું નથી. પરંતુ લાંબા અંતરની ટ્રેનો હોવાને કારણે લોકો પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. આ સંદર્ભે રેલવે વિભાગને વારંવાર અરજી અને ફરિયાદો આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી રેલવે વિભાગ(Railway Department) આ સંદર્ભે કોઈ યોગ્ય નિર્ણય લઈ શક્યું નથી. જોકે હવે  રેલવે વિભાગ દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરની(ISKCON Temple) ગોવિંદા રેસ્ટોરન્ટ(Govinda Restaurant)  સાથે રેલવે વિભાગે કરાર કર્યા છે. જે મુજબ હવેથી ટ્રેનની અંદર ગોવિંદા રેસ્ટોરન્ટ થી ખાવાનું આવશે. આ માટે હઝરત નિઝામુદ્દીન(Hazrat Nizamuddin) રેલ્વે સ્ટેશનથી(Railway station) પ્રયોગ શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા સમયમાં જે જગ્યાએ ઇસ્કોન મંદિર હશે ત્યાં રેસ્ટોરન્ટ થી રેલ્વે  યાત્રીઓને(railway passengers) ખાવાનું પૂરું પાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં લગેજ માટે વધુ પૈસા ચૂકવવા પડશે એવા સમાચારોનું રેલવેએ કર્યું ખંડન-વહેતા થયેલા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા- જાણો શું કહ્યું

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ પોતાના મજેદાર ભોજન માટે પ્રખ્યાત છે. અનેક લોકો ગોવિંદા માં જમવા માટે સપરિવાર આવે છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે પોતાનું  રસોડું બંધ કરવાની હિંમત કરે છે કે નહીં.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment