ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
પોતાના વિચારોથી અને કરણીથી અન્યોના જીવનને સંપૂર્ણપણે બદલી નાખનારા અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કહેતા શ્રીમદ રાજચંદ્રજી પર બનેલી બાયોપિકે લોકોમા ભારે કુતૂહલ જગાવ્યું છે. જૈનોએ મોટી સંખ્યામાં આ બાયોપિકને જોવા ઘસારો કરી મુકયો હોવાનું કહેવાય છે.
આ બાયોપિકમાં તેમના સ્કૂલના પહેલા દિવસે જ શિક્ષકો પર છવાયેલા તેમના પ્રભાવથી લઈને તેમના જીવનના અંતિમ દિવસ સુધીની ક્ષણોનો અનુભવ માણવા મળી રહ્યો છે. આ બાયોપિકને નોન પ્રોફીટ મેકિંગ સંસ્થા ભક્તિ ટ્રસ્ટે બનાવી છે. આ બાયોપિકના નવેમ્બર અને ડિસેમ્બર સુધીના શો બુક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બાયોપિક માટે પુષ્કળ મહેનત કરનારા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને જૈન ભક્ત ભૈરવ કોઠારીના કહેવા મુજબ આઠ વર્ષ પહેલા આ બાયોપિક બનાવવાનો આઈડીયા આવ્યો હતો. બાયોપિક બનાવવા પાછળ 25 લાખ માનવકલાકો અને તેને કપ્યુટિંગ કરવામાં 45 કલાકનો સમય લાગ્યો હતો. બાયોપિક બનાવવામાં
શ્રીમદ રાજચંદ્રજીને મહાત્મા ગાંધીબાપુના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે. તો તેમના ભક્તોમાં તેઓ કૃપાળુદેવ તરીકે પણ ઓળખાતા હતા. આ પૂરી બાયોપિક 3 ડી એનિમેશનમાં બનાવવામાં આવી છે.