ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ઘણા મનુષ્યને સૂવું પસંદ હોય છે અને ખાસ તો ડૉક્ટરો પણ ભલામણ કરે છે કે તમામ મનુષ્ય માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ જો વ્યક્તિ દિવસમાં માત્ર 30 મિનિટ જ સૂવે તો શું કહેશો તમે? હા બરાબર વાંચ્યું, માત્ર 30 મિનિટ જ તે પણ 1કે 2 વર્ષ માટે નહીં, પરંતુ 12 વર્ષથી વ્યક્તિ દિવસમાં માત્ર 30 મિનિટની જ ઊંઘ લે છે.
આશ્ચર્યચકિત થઈ ગયાને! આ સમાચાર એકદમ સાચા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. 30 મિનિટ સુધી ઊંઘવાથી આ વ્યક્તિને ન તો કોઈ તકલીફ છે અને ન તો કોઈ સમસ્યા.
ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, જાપાનના રહેવાસી ડાયસુકી હોરી 12 વર્ષથી રોજ માત્ર 30 મિનિટ જ સૂવે છે. હાલમાં તે 36 વર્ષનો છે. ડાયસુકીના મતે તેમણે ઊંઘને સંપૂર્ણપણે કાબૂમાં લીધી છે. તેઓ કહે છે કે હું દિવસમાં માત્ર 30 મિનિટ જ સૂવું છું. મને તેનાથી આજ સુધી કોઈ તકલીફ કે સમસ્યા આવી નથી. ડાયસુકી હોરી 12 વર્ષથી પોતાને ઓછો સમય સૂવાની તાલીમ આપી રહ્યા છે. તેઓ જાપાન શૉર્ટ સ્લીપ ઍસોસિયેશનના ચૅરમૅન છે. ડાયસુકી પોતે તો ઓછું ઊંઘે જ છે પણ સાથોસાથ અન્ય લોકોને પણ ઓછું સૂવાની તાલીમ આપે છે.
જ્યારે ડાયસુકીએ મીડિયા સમક્ષ આ વાત કરી ત્યારે કોઈ માની શક્યું નહીં કે તે ખરેખર સાચું હોઈ શકે છે. જો આપણે રાત્રે ઓછું ઊંઘીએ છીએ, તો આપણે બીજા દિવસે કામ પર બેચેની અનુભવીએ છીએ, પરંતુ જાપાનના ડાયસુકીની વાત અલગ છે. ડાયસુકીના સમાચાર દુનિયા સમક્ષ લાવવા માટે એક સ્થાનિક ચૅનલે ડાયસુકી સાથે 3 દિવસ વિતાવ્યા અને જાણવા મળ્યું કે ડાયસુકી સત્ય કહે છે.
માહિતી આપતાં ચૅનલે કહ્યું કે ડાયસુકીની જેમ તેના મિત્રો પણ ઓછી ઊંઘ લે છે. આ સમગ્ર બાબત પર ડાયસુકી કહે છે કે તે ઓછી ઊંઘ આવે એટલા માટે કૉફીનો ઉપયોગ કરે છે.
કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત

Leave a Reply