ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે. કેટલાક લોકો એવા છે જેઓ દિવસમાં ચાર-પાંચ કપ ચા પીએ છે. શિયાળામાં ચાની આ લત વધારે લાગી જાય છે અને પછી લોકો પોતે પણ જાણતા નથી કે તેઓ એક દિવસમાં કેટલા કપ ચા પીએ છે. જોકે વધુ પડતી ચાનું સેવન કરવું ફાયદાકારક નથી, પરંતુ એક પદ્ધતિ અપનાવીને તમે ચાને ઘણી હદ સુધી ફાયદાકારક બનાવી શકો છો. હવે તમે વિચારતા જ હશો કે કેવી રીતે? તો જણાવી દઈએ કે જો તમે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો છો તો એનાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. વાસ્તવમાં ગોળમાં વિટામીન A અને B, ફૉસ્ફરસ, પોટૅશિયમ, ઝિંક, સુક્રોઝ, ગ્લુકોઝ, આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને મિનરલ્સ તથા વિટામિન્સ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ગોળની ચાના ફાયદાઓ વિશે.
લોહીની ઊણપ દૂર થાય છે
ગોળની ચા પીવાથી હિમોગ્લોબિન વધે છે, જે એનિમિયા દૂર કરે છે. કારણ કે ગોળમાં ઘણું આયર્ન હોય છે. જે શરીરમાં લોહી વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
પાચનક્રિયા બરાબર રહે છે
ગોળની ચા પીવાથી પાચન બરાબર રહે છે. એના કારણે છાતીમાં બળતરા અને ગૅસ બનવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ સાથે ગોળમાં કૃત્રિમ સ્વીટનર ખૂબ જ ઓછું હોય છે.
હાડકાં મજબૂત થાય છે
ગોળમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એથી ગોળની ચા પીવાથી હાડકાં મજબૂત થાય છે. ઉપરાંત એનું દૈનિક સેવન પણ હાડકાંની ખનીજ ઘનતા જાળવવામાં મદદ કરે છે.
ચરબી ઓછી થાય છે
ગોળની ચા ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. એને પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સાથે ઘણી બધી કૅલરી શરીરમાં નથી જતી, કારણ કે ગોળમાં ખાંડની તુલનામાં ખૂબ ઓછી કૅલરી હોય છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે તેમના માટે ગોળની ચા ફાયદાકારક છે. આ પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
શું તમે કિન્નરોની જીવનશૈલી વિશે જાણો છો? તેમનું જીવન સામાન્ય મનુષ્ય કરતાં અલગ છે; જાણો વિગત