News Continuous Bureau | Mumbai
તમે સારી નોકરીની તલાશમાં(Looking for a job) છો અને ભારતીય પોસ્ટ ખાતામાં(Indian Post Department) નોકરી મેળવવા ઈચ્છુક છો તો તમારી માટે સુવર્ણ તક ઊભી થઈ છે.
ભારતીય પોસ્ટના(Indian Post) પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ(Postal Life Insurance) મુંબઈમાં એજન્ટ પોસ્ટની(Agent Post) ખાલી જગ્યાઓ ભરવામાં આવવાની છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે ટપાલ જીવન(Postal life) વીમા વિભાગમાં(Insurance section) હાજર રહેવું પડશે.
ભારતીય પોસ્ટ ખાતાએ ભરતી માટે જુદા નિયમો અને શરતો રાખી છે. પોસ્ટ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ પોસ્ટનું નામ – એજન્ટ છે. તે માટે શૈક્ષણિક લાયકાત(Educational Qualification) – 10મી પાસ છે. આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 18 થી 50 વર્ષની છે. તથા જોબ લોકેશન(Job location) મુંબઈની છે. પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ રહેશે.
ઈચ્છુક ઉમેદવારોને ઈન્ટરવ્યુ આપવા માટે પોસ્ટના વરિષ્ઠ અધિક્ષકનીપોસ્ટના વરિષ્ઠ અધિક્ષકની(Senior Superintendent of Posts) ઓફિસ, ઉત્તર પશ્ચિમ વિભાગ, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ વિભાગ, 2જો માળ, મુંબઈ ઉત્તર પશ્ચિમ વિભાગ, સમતા નગર, મુંબઈ – 400101 જવાનું રહેશે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક નોકરીની તક-પરીક્ષા વિના ભરતી- આ રીતે કરો અરજી
ઉમેદવારો માટે ઇન્ટરવ્યુની તારીખ 17 અને 18 ઓગસ્ટની રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ(Official website) – www.india.post.gov.in પરથી માહિતી મેળવી શકાશે.
ઉપરોક્ત જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા સીધી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ સંબંધિત તારીખે ઇન્ટરવ્યુ માટે આપેલા સરનામે તમામ દસ્તાવેજો સાથે હાજર થવું આવશ્યક છે.