ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
માનવ શરીરમાં છુપાઈ ગયેલા રોગને શોધનાર મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એન.આર.આઇ. સિસ્ટમ વિકસિત કરનાર બ્રિટિશના વૈદકીય ભૌતિક શાસ્ત્રી જોન મલાર્ડ નું નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે અંતિમ શ્વાસ લંડન માં લીધા હતા. ડોક્ટર જોન ની આ શોધને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુથી બચી શક્યા તેમજ શરીરમાં છુપાયેલી બીમારીઓ શોધી શક્યા. તેમની મૃત્યુને કારણે વૈદકીય જગતમાં શોધકર્તાઓ વચ્ચે શોકની લાગણી ફેલાઇ છે.
ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આવા પ્રકારના મહાન વ્યક્તિઓના મૃત્યુ પર સંવેદના કે દુઃખ બતાવવામાં આવતું નથી. જે પોતાની જાતમાં દુઃખનો વિષય છે.
 
			         
			         
                                                        
