ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ નેપોટિઝમ, બોલીવુડ માફિયા અને ઇન્સાઇડર – આઉટસાઇડર અંગેની ચર્ચા હજી પણ ચાલી રહી છે અને આ ચર્ચામાં સૌથી વધુ સક્રિય બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતે છે. તેણીએ આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, પરંતુ હવે તેણે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પર ટીપ્પણી કરી છે, જેના વિશે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતા નસીરુદ્દીન શાહે બોલીવુડ માફિયાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘બોલિવૂડમાં ફિલ્મ માફિયા જેવું કશું નથી. આ બધું કેટલાક ગણતરીના રચનાત્મક દિમાગોની કાલ્પનિક વાર્તા છે.’
આગળ તેમણે કહ્યું હતું કે, 'સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કેટલાક મીડિયા હાઉસીસ દ્વારા અસંવેદનશીલ મીડિયા કવરેજ થઈ રહ્યું છે. એવા લોકો છે કે જેમને લાગે છે કે, તેઓ સુશાંતને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. આ પાગલપન છે. હું એને ફોલો કરતો નથી. કોઈને પણ હાફ એજ્યુકેટેડ સ્ટારલેટના ઓપિનિયન્સમાં રસ નથી. આ સ્ટારલેટ બધી બાબતોની જવાબદારી પોતે સ્વીકારી લે છે કે સુશાંતને ન્યાય અપાવવાનો છે. જો આપણને લાગતું હોય કે, ન્યાય મળવો જોઈએ તો આપણે ન્યાયની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકવો જોઈએ. જો એની સાથે આપણને કોઈ નિસ્બત ના હોય તો મને લાગે છે કે, આપણે આપણું કામ કરવું જોઈએ.'
નસીરુદ્દીન શાહના આ નિવેદન પર અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘નસીરુદ્દીન શાહ જેવા મહાન કલાકારના અપશબ્દો પણ ભગવાનના પ્રસાદ સમાન છે. તેના કરતા વધુ સારી, હું તેમની સાથે સિનેમા અને ગત વર્ષે અમારા ક્રાફટ પર થયેલા શાનદાર કન્વર્ઝેશન જોઇશ, જ્યારે તમે મને કહ્યું હતું કે, તમે મારી કેટલી પ્રશંસા કરો છો.’ એક અન્ય ટ્વીટમાં કંગનાએ લખ્યું હતું કે, 'આભાર નસીરજી. જો હું પ્રકાશ પાદુકોણ કે અનિલ કપૂરની દીકરી હોત તો પણ શું તમે મને આમ જ કહ્યું હોત..'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com