News Continuous Bureau | Mumbai
સ્માર્ટફોનના(smartphones) મામલે iPhoneની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. જેઓ iPhone ને પ્રેમ કરે છે તેઓ પણ તેની નવી સિરીઝની આતુરતાપૂર્વક રાહ જુએ છે. હાલમાં જ આઈફોનને(Iphone) લઈને પણ આવો જ ક્રેઝ જોવા મળ્યો હતો, જ્યારે એક વ્યક્તિ આઈફોન મેળવવા માટે એક દિવસ પણ રાહ જોવાની ઈચ્છા ન હતી અને આઈફોન લેવા માટે 40,000 રૂપિયા ખર્ચીને કેરળથી(Kerala) દુબઈ(Dubai) પહોંચી ગયો હતો.
મહત્વનું છે કે, ભારતની સાથે જ iPhone 14 સીરિઝ ગત 7 સપ્ટેમ્બરે વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં આ સીરીઝનું પહેલું વેચાણ 16 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. દુબઈમાં iPhone 14 સિરીઝનું વેચાણ ભારતથી એક દિવસ પહેલા એટલે કે 15 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આવી સ્થિતિમાં કેરળનો આ વ્યક્તિ નવો આઇફોન મેળવવામાં એક દિવસનો વિલંબ પણ સહન કરી શક્યો નહીં અને તે આઈફોન ખરીદવા માટે કેરળથી સીધો દુબઈ ગયો.
આ સમાચાર પણ વાંચો : જો બાળક તેના ભાઈ-બહેનો સાથે ચીડવવાનું શરૂ કરે છે- તો માતાપિતાએ આ રીતે સમજાવવું જોઈએ
આઈફોન ખરીદવા કેરલથી દુબઈ જનાર વ્યક્તિ કોચીનો એક બિઝનેસમેન (businessman) છે, જેનું નામ ધીરજ પલ્લીયલ છે. ભારતમાં iPhone 14 Proના વેચાણના એક દિવસ પહેલાં ધીરજ પલ્લીયિલ દુબઈ ગયો હતો. લેટેસ્ટ iPhone 14 Pro ખરીદવા માટે 40,000 રૂપિયા ખર્ચીને ત્યાં પહોંચ્યો હતો. દુબઈ પહોંચ્યા બાદ તે સીધો દુબઈના મિરડિફ સિટી સેન્ટર પહોંચ્યા અને અહીંથી iPhone 14 Pro 1,29,000 રૂપિયામાં ખરીદ્યો.
ફોનની ખરીદી સાથે, તે iPhone 14 ખરીદનારા પ્રથમ ભારતીયોમાંના એક બની ગયા છે. જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે ધીરજ આઇફોન લેવા દુબઈ ગયો હોય. આ પહેલા પણ તે આઈફોન માટે ચાર વખત ભારતથી દુબઈ જઈ ચૂક્યો છે. આઇફોન 8 ખરીદવા માટે ધીરજ સૌથી પહેલા વર્ષ 2017માં દુબઇ પહોંચ્યો હતો. આ પછી ધીરજ દુબઈમાં iPhone 12 અને iPhone 13 ખરીદનાર પ્રથમ વ્યક્તિ પણ બન્યો.
આ સમાચાર પણ વાંચો : શ્રાદ્ધ દરમિયાન પિતૃ પ્રસાદમાં કોળાનું શાક ચોક્કસપણે બનાવવામાં આવે છે નોંધી લો આ ખાટી-મીઠી રેસીપી
તમને જણાવી દઈએ કે, iPhone 14 સીરીઝ હેઠળ iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max લોન્ચ કરવામાં આવ્યા છે. અને આ iPhonesનું વેચાણ પણ વિશ્વભરમાં શરૂ થયું છે. પ્રથમ આઇફોન ખરીદ્યો