ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
સંપૂર્ણ સ્વદેશી એવી ખાનગી ના ફેશનેબલ માસ પણ હવે બજારમાં ઉપલબ્ધ છે હવે તમે ઓનલાઇન ખરીદી શકો છો ભલે દેશના કોઈ પણ ખૂણે બેઠા છો તમે નીચેની વેબસાઈટ પરથી આ નો ઓર્ડર આપી શકો છો..
http://www.kviconline.gov.in/khadimask
આમાં કોટન, સિલ્ક એમ બે પ્રકારના છે. ખાદી કોટનના માસિકની કિંમત કિંમત 30 રૂપિયા અને સિલ્કના માસ્કની કિંમત સો રૂપિયા છે. પરંતુ ઓનલાઇન ખરીદી માટે ઓછામાં ઓછા 500 રૂપિયાનો ઓર્ડર આપવો જરૂરી છે. કેવીઆઈસીને ઓર્ડર આપ્યાના પાંચ દિવસની અંદર તમને માસ્ક ઘરે બેઠા પહોંચતા કરશે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે, ખાદીના કોટન અને સિલ્કના માસ્કનું ઓનલાઇન વેચાણ હાલમાં ફક્ત ભારતની અંદર જ થઈ રહ્યું છે.
ખાદીના ચેરમેનના જણાવ્યા મુજબ આજકાલ લોકો ઓનલાઈન ખાદીના નામે ડુપ્લીકેટ માસ્ક ખરીદી રહ્યા છે. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ વિચાર્યું કે ખાદી ભંડારો માંથી જ કોટનના અને સિલ્કના ઓરીજનલ માસ્કનું વેચાણ કેમ કરવામાં ન આવે!!! આથી ભારતીયોને નકલી ખાદીના માસ્ક ન પહેરવા પડે અને છેતરપિંડીથી પણ લોકો બચી શકે. નોંધનીય છે કે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવેલા માસ્ક સો ટકા કોટનના બનેલા છે. જે સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઇઝમાં ઉપલબ્ધ છે. જ્યારે સિલ્કના માસ્ક અનેક રંગોમાં ઉપલબ્ધ છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com