ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ 12 દિવસ પૂર્વે સમગ્ર દેશને આવરી લેતા, ખેડુતોએ કુલ 315.63 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું છે, જે ગત વર્ષે આજ સપ્તાહમાં લેવામાં આવેલા 154.53 હેક્ટર કરતા બમણું છે. તેમ ખરીફ વાવણીના આંકડા દ્વારા જાણવાં મળ્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ તેલીબિયાં અને કઠોળના વાવેતરમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આ સમયગાળામાં કઠોળનો વધારો ત્રણ ગણો વધીને 19.40 હેક્ટર માં થયો છે.
તેલીબિયાંમાં 63.26 હેક્ટર અને સોયાબીનમાં ગયા વર્ષ કરતાં 23 ઘણું વધીને સમાન સપ્તાહમાં વાવેતર 2.66 હેક્ટરમા થયું છે. અને અરહર 9.87 હેક્ટર મા છે, જે તે જ સમયગાળામાં નોંધાયેલા વાવેતર વિસ્તાર કરતા પાંચ ગણો વધારે છે.
પાછલા વર્ષના સમાન સપ્તાહની તુલનામાં મગફળી હેઠળનો વિસ્તાર પણ લગભગ બમણો થઈને 18.45 થઈ ગયો છે. તેલીબિયાં મોટાભાગનો વધારો મધ્યપ્રદેશમાં થયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં કઠોળના વાવેતરમાં મોટાભાગનો વધારો નોંધાયા છે.
બીજીબાજુ કપાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ. ગયા વર્ષે સમાન સપ્તાહમાં 27 હેક્ટર ની તુલનામાં વર્તમાન સપ્તાહ અંતમાં 165 ટકા વધીને 71.69 થઈ ગઈ છે.
મકાઈ અને બાજરાની વાવણી માં ત્રણ ઘણો વધારો થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં ચોખાના સમગ્ર વિસ્તારમાં આશરે 10 હેક્ટરથી વધીને 37.71 થયું છે.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com