ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે દુબઇ પહોંચી ગઇ છે. આરસીબીની ટીમ 13મી સિઝન રમવા માટે દુબઇ પહોંચી ગઇ છે. વળી, રાજસ્થાન, પંજાબ અને કોલકત્તાની ટીમ 19 ઓગસ્ટે જ દુબઇ પહોંચી ગઇ હતી. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલની અન્ય 2 ટીમો સપ્તાહના અંતમાં પહોંચશે.
આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે. બીસીસીઆઇ અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટ્રેનિંગમાં જોડાતા પહેલા 7 દિવસ માટે કવોરન્ટીનમાં રહેવું પડશે. આ દરમિયાન, દરેકનો પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવા આપવામાં આવશે. ત્રણ નેગેટિવ રિપોર્ટ બાદ જ તેમને બાયો-સિક્યુરિટી વાળા વાતાવરણમાં એન્ટ્રી મળશે. ટૂર્નામેન્ટમાં દર 5મા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 53 દિવસ સુધી રમાશે.19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com