News Continuous Bureau | Mumbai
જો તમે દુનિયામાં ક્યાંય પણ જવા માંગતા હોવ તો તમારે પાસપોર્ટ અને વિઝાની(Passport and Visa) જરૂર પડશે. ઘણા દેશોમાં પાસપોર્ટનો રંગ(Color of passport) અલગ-અલગ હોય છે. આપને જણાવી દઈએ કે આ રંગોના કેટલાક ખાસ અર્થ છે. જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ (Indian passport) છે, તો તમે વિઝા વિના 60 દેશોમાં જઈ શકો છો. આજે આપણે જાણીશું કે ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે.
કેટલા પ્રકારના હોય છે ભારતીય પાસપોર્ટ
ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ હોય છે. આના વિના તમે વિદેશ જઈ શકતા નથી. કોઈપણ વિદેશ પ્રવાસ સિવાય, તેનો ઉપયોગ એડ્રેસ પ્રૂફ(Address proof) માટે પણ થઈ શકે છે. આમ તે એક મહત્વપૂર્ણ ID પ્રૂફ તરીકે કામ કરે છે.
રંગના આધારે પાસપોર્ટ
વાદળી રંગનો પાસપોર્ટ(Blue colored passport)
ભારતમાં મોટાભાગે વાદળી રંગના પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ સામાન્ય ભારતીય નાગરિકો(Indian citizens) માટે છે. વાદળી રંગ ભારતનું પ્રતિનિધિત્વ(Representation of India) કરે છે. પાસપોર્ટના રંગોથી ઓફિશિયલ, ડિપ્લોમેટ્સ અને નાગરિકોની ઓળખાણમાં સરળતા રહે છે. પાસપોર્ટનો રંગ જોઈને વિદેશમાં કસ્ટમ ઓફિસર કે પાસપોર્ટ ચેકર ભારતના લોકોને ઓળખી શકે છે. તેની સાથે તેઓ તેમના દેશમાં આવનાર વ્યક્તિ કઇ સ્થિતિમાં કામ કરે છે તે વિશે જાણતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢ્યો – વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા
સફેદ પાસપોર્ટનો અર્થ(white passport)
ભારત સરકારના કોઈપણ સરકારી ઓફિશિયલ (Government official) માટે સફેદ રંગનો પાસપોર્ટ જારી કરવામાં આવે છે. જો તે વ્યક્તિ કોઈ સરકારી કામ માટે વિદેશ જાય છે તો તેને આ પાસપોર્ટ આપવામાં આવે છે. તે તેની ઓફિશિયલ આઈડેન્ટિટી જણાવે છે. કસ્ટમ ચેકિંગ દરમિયાન તેમની સાથે અલગ રીતે ડીલ કરવામાં આવે છે.
મરૂન પાસપોર્ટનો અર્થ(Maroon Passport)
ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ(Indian diplomats and senior government officials) (IPS, IAS રેન્ક)ને મરૂન રંગના પાસપોર્ટ જારી કરવામાં આવે છે. આ એક હાઈ ક્વાલિટીનો પાસપોર્ટ હોય છે જેના માટે એક અલગ એપ્લિકેશન આપવાની હોય છે. આ પાસપોર્ટ સાથે પ્રવાસ કરનારા લોકોને એમ્બેસીથી વિદેશના પ્રવાસ દરમિયાન ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. જો તમારી પાસે મરૂન પાસપોર્ટ છે તો તમારે વિઝાની જરૂર નથી પડતી. રાજદ્વારી પાસપોર્ટ ભારતના હાઈ કમિશનના અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓને આપવામાં આવે છે.