ભારતભરમાં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે અપાય છે માટી

શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું છે પ્રતિક જ્યાં પ્રસાદ રૂપે વાવની માટી અપાય છે

by Dr. Mayur Parikh
Know the only one temple in india where you get soil as a prasad

News Continuous Bureau | Mumbai

દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેષ મહત્વ હોય છે ત્યારે ભારત ભરમાં એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું છે પ્રતિક જ્યાં પ્રશાદ રૂપે વાવની માટી અપાય છે. આવો જાણીએ આ સ્થાન સાથે સંકળાયેલ ગાથા અને પ્રસાદ રૂપે અપાતી માટી વિશે..

શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતિક રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થા નું કેન્દ્ર બન્યું છે.આશ્ચર્ય ની બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી! આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ 350 વર્ષ જૂની માનવમાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માંતાજીએ પરચો પુર્યો હોવાની છે માન્યતા છે. 350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ અમદાવાદ નવાપુરાથી એક પગપાળા સંઘમાં બહુચરાજી આવવા જોડાયા હતા. ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ અન્ન જળ લેવાનો ભક્ત વલ્લભે નિર્ધાર કર્યો હતો. માં બહુચરના નાદ સાથે આ પગપાળા સંઘ બહુચરજીથી માત્ર 2 કિમિ દૂર આવી પહોંચ્યો અને ભક્ત વલ્લભ હવે આગળ ચાલવા અસમર્થ બન્યા. ત્યારે સંઘમાં આવેલ અન્ય ભક્તોએ ભક્ત વલ્લભને પાણી પીવા કહ્યું ત્યારે માં બહુચરની ભક્તિમાં તરબોળ થયેલા વલ્લભે પાણી પીવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે હવે જો માની ઈચ્છા હશે તો હું તેના દ્વારે પહોંચીશ પણ જળ ગ્રહણ નહિ કરું. આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી. તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલ પાન કરી. તારા દ્વાર સુધી પહોંચી શકું.  આમ ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવા નું કહ્યું હતું. આમ વલ્લભભટ્ટ દ્વારા પથ્થર હટાવતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકોએ આ પાણી પીધા બાદ બહુચરાજી પહોંચ્યા હતા. વલ્લભ ભટ્ટ દ્વારા જે પથ્થર હટાવવાથી પાણીની ધારા ફૂટી હતી ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું. આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે. અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વાવની માટી આપવામાં આવે છે. અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘેર દેવ સ્થાન મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવાની પ્રથા જોવા મળે છે. ભક્તો પાસે આ વિશે પૂછતાં અનેક લોકોએ આ માટીથી માતાજીએ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: બુધનો ઉદય આ 3 રાશિઓનું ભાગ્ય સુધારશે! પૈસાનો સતત વરસાદ થશે

નોંધનીય બાબત એ છે કે આ વાવની માટીથી અનેક લોકોની મનોકામના પૂર્ણ થઇ હોવાનું સ્થાનિકો તેમજ પૂજારી જણાવી રહ્યા છે. આમ આ વાવની માટી માંથી બહુચરાજી મંદિરને વર્ષે અંદાજે 9 લાખ આસપાસની આવક પણ થતી હોવાનું પણ જાણવા મળે છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તક ની વલ્લભ ભટ્ટ વાવ મંદિરમાં ભક્તોને આપવામાં આવતી પ્રશાદ રૂપે માટી થી મંદિર ટ્રસ્ટ ને વર્ષે અંદાજે 9 લાખ જેટલી આવક પણ થઇ રહી હોવાનું મંદિરના અધિકારી જણાવી રહ્યા છે. આ આવકથી આવનારા શ્રદ્ધાળુઓની સુખાકારી માટે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી સુશોભિત આ વાવ મંદિર ભાષી રહ્યું છે. માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સૂરોથી પણ આ મંદિર ગુંજી રહ્યું છે. નાના ભૂલકાનો માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાલ ક્રીડાંગણ પણ બનાવેલ હોવાથી પરિવારો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હાલ આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર બહુચરાજીનું એક પર્યટક સ્થળ માનવામાં આવે છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment