ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે તમે જાણો છો રોજ દૂધ ક્યાંથી આવે છે? મુંબઈથી ત્રણ કલાકના અંતરે રહેલા પુણેની એક ડેરીથી ખાસ તેમના ઘરે દૂધ મગાવવામાં આવે છે. એક લિટર દૂધની કિંમત 150 રૂપિયા લિટર છે.
દુનિયાના પણ અત્યંત શ્રીમંત ગણાતા મુકેશ અંબાણીના જીવનમાં અને ઘરમાં શું ચાલે છે? અંબાણી પરિવાર શું ખાય છે? ક્યાં જાય છે? શું પહેરે છે? એ જાણવા સૌ કોઈ ઉત્સુક હોય છે, ત્યારે તેમના ઘરે દૂધ કઈ ડેરીમાંથી આવતું હશે એની કિંમત શું હશે? એ પણ જાણવા જેવું છે.
મુકેશ અંબાણીના ઘરે પુણેના દેવેન્દ્ર શાહ નામના વેપારીની ભાગ્યલક્ષ્મી ડેરીથી દૂર આવે છે. પ્રતિદિન પુણેથી ત્રણ કલાકનું અંતર કાપી તેઓ અંબાણીના પરિવારને દૂધ આપે છે. એક લિટર દૂધની કિંમત 150 રૂપિયા છે.
પુણેમાં 26 એકરમાં ફેલાયેલી ડેરીમાં 2000 ડચ હોલ્સ્ટીન પ્રજાતિની ગાય છે. સંપૂર્ણ રીતે મશીનથી દૂધ કાઢવાથી લઈને પેકેજિંગનું કામ ચાલે છે.