ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
હાલમાં મુંબઇ શહેરના વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝેની એનઆઈએ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.
આ ભેદિ સચિન વઝે વિશે ભૂતકાળની ઘણી વાતો પણ બહાર આવી છે. ૧૯૯૦માં સચિન સબ ઇન્સ્પેક્ટર તરીકે મહારાષ્ટ્ર પોલીસ માં જોડાયા હતા. થોડાક જ સમયમાં સચિન વઝે ની ઓળખ એક એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થવા લાગી. પ્રદીપ શર્મા અને દયા નાયક જેવા મોટા ગજાના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સાથે સચિન વઝે નું નામ પણ જોડાયું.
બહુચર્ચિત ઘાટકોપર બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનુસ નું કસ્ટડીમાં મોત થવાના ચાર્જશીટ પર સચિન વઝે ને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમની સાથે બીજા ત્રણ પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને જોવા જેવી બાબત એ છે કે, આ ચારે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ટ્રાયલ હજી સુધી પેન્ડિંગ છે. પોલીસમાંથી બરતરફ થયા બાદ સચિન શિવસેનામાં જોડાયા હતા અને ૧૬ વર્ષ બાદ તેમના ઘાટકોપર કેસ અંગેની સુનાવણી બાકી હોવા છતાં june 2020 માં સચિન વઝે ફરીથી પોલીસ ફોર્સમાં જોડાયા અને કારણ અપાયું covid-19 ના કારણે સ્ટાફમા અછત. તેમને ફરીથી મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ઇન્ટેલિજન્સ યુનિટના ઇન્ચાર્જ બનાવી દીધા અને આવતાની સાથે જ ટીવી રેટિંગ કેસ, અર્નબ ગોસ્વામી કેસ ,કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા કેસ જેવા હાઈપ્રોફાઈલ કેસ સોંપવામાં આવ્યા. સચિન વઝે શિવસેનાના નેતાઓની કંપનીના ડિરેક્ટર પણ છે .ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કબૂલ્યું છે કે તેઓ જ્યારે સત્તા પર હતા ત્યારે શિવસેના દ્વારા સચિન વઝે ને પોલીસ ફોર્સ માં પરત લેવા માટે દબાણ કરાયું હતું.
હાલમાં સચિન વઝે એનઆઈએની ગિરફ્ત મા છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે વઝે એ ઘણા આરોપ સ્વીકાર્યા છે.
