મોટા સમાચાર : લાલબાગ ચા રાજા ગણેશોત્સવ આ વર્ષે નહીં થાય. કોવિડ – 19 નું પરિણામ…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

1 જુલાઈ 2020

લાલબાગ ચા રાજાના ઇતિહાસમાં પ્રથમ વખત, કોવિડ -19 રોગચાળાને કારણે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં નહીં આવે. મુંબઇના લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના વાયરસ રોગચાળાને પગલે આ વખતે ગણેશોત્સવ ન યોજવાનો નિર્ણય કર્યો છે અને તેના બદલે રક્તદાન શિબિરનું આયોજન કરાશે, એમ મંડળના અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓ 11 દિવસની ઉજવણી સામાજિક કાર્ય કરીને કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું. “એક જ જગ્યાએ રક્તદાન શિબિર, પ્લાઝ્મા દાન શિબિર સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, તેઓ શહીદ જવાનોના પરિવારોનું સન્માન કરશે જેમણે એલઓસી (કાશ્મીર) અને એલએસી (ચીન) બોર્ડર પર પોતાનું બલિદાન આપ્યું છે. નોંધનીય છે કે દર વર્ષે મુંબઇમાં ગણેશોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે, જેમાં ભગવાન ગણેશ પાસે આશીર્વાદ લેવા લાખો ભક્તો પંડાળની મુલાકાત લે છે.

ગણેશોત્સવ જેને ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે, તે એક તહેવાર છે જે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદના ચોથા દિવસે શરૂ થાય છે, જે આ વર્ષે 22 ઓગસ્ટથી શરૂ થનાર છે. જો કે, કોવિડ -19 ની સૌથી માઠી અસર મહારાષ્ટ્ર અને મુંબઈ માં થયી હોવાથી ગણેશ સ્થાપના કરી ઉજવણી ના કરવાનું મંડળે નક્કી કર્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ મુજબ મંગળવારે રાજ્યમા 1,74,761 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More