ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
સંસ્કૃતને દેવો ની વાણી કહેવામાં આવે છે. દેવવાણી સંસ્કૃતને ભાષાઓની જનની પણ કહેવામાં આવે છે. સંવિધાનની આઠમી અનુસૂચિમાં નોંધાયેલી 22 ભાષાઓ માં સંસ્કૃતની ઓળખાણ, સૌથી ઓછી બોલાતી ભાષાઓના રૂપમાં થાય છે. આ જ કારણે શંભુ નગરી કાશીના એકમાત્ર વકીલ કોર્ટના તમામ કાર્યો સંસ્કૃત ભાષામાં કરી રહ્યા છે. કાશીના આ વકીલ છેલ્લા 42 વર્ષથી એક અનોખી મુહિમ ચલાવી રહ્યા છે.
આચાર્ય શ્યામ ઉપાધ્યાય દેશના એકમાત્ર વકીલ છે જે કોર્ટના તમામ કામકાજ સંસ્કૃત ભાષામાં કરી રહ્યા છે. તેઓ સંસ્કૃત ભાષા પ્રત્યેના પોતાના લગાવ વિશે કહે છે કે, બાળપણથી પિતા ના મુખે સાંભળતા હતા કે, કચેરીમાં તમામ કાર્યો હિન્દી, અંગ્રેજી અથવા ઉર્દુમાં થાય છે. ત્યારે જ તેઓએ મનમાં નક્કી કર્યું હતું કે મોટા થઈને વકીલ બનશે. અને, કચેરીના તમામ કાર્યો સંસ્કૃતમાં જ કરશે. શરૂઆતના દિવસોમાં તેઓ તમામ પત્રચાર સંસ્કૃતમાં જ કરતા હતા. આ લખેલા પત્રો જજ સામે જઈને મૂકતા હતા ત્યારે જજ પણ ડઘાઇ જતા હતા તેઓ આજે પણ વારાણસીની કોર્ટમાં સંસ્કૃતમાં લખેલા કાગળો જ લાવે છે.
અંતે આચાર્ય શ્યામ ઉપાધ્યાય જણાવે છે કે કોઈ પણ કેસમાં દલીલો કરવા માટે પણ તેઓ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે. તે સમયે ન્યાયાધીશ પણ અનુવાદકની મદદ લેતાં હોય છે. આમ વારાણસીના એક પંડિત વકીલની આ મુહિમ એક દિવસ રંગ લાવશે એવો આચાર્ય શ્યામ ઉપાધ્યાયને વિશ્વાસ છે..