News Continuous Bureau | Mumbai
ટેક્સપેયર જો આધાર કાર્ડને પાન કાર્ડ (Pan Card) સાથે લિંક નથી કર્યું તો એવા લોકોને 500થી 1000 રૂપિયા સુધીની પેનલ્ટી ભરવાની નોબત આવી શકે છે એવી જાહેરાત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટએ (Income Tax Department) કરી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો આજે 31મી માર્ચ 2022નો છેલ્લો દિવસ છે. આધાર કાર્ડ સાથે પાન કાર્ડ નહીં જોડ્યો તો એવા સંજોગોમાં પેન કાર્ડ ઈનએક્ટીવ થઈ જશે.
આવકવેરા વિભાગના નિયમો અનુસાર, 31મી માર્ચ 2022 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા જનારી વ્યક્તિના પાન કાર્ડને અમાન્ય કરવામાં આવશે. આ ઉપરાંત રોકાણ, પીએફ પર વધુ ટીડીએસ જેવા ઘણા કામમાં મુશ્કેલી આવી શકે છે.
બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 31 માર્ચ, 2022 સુધીની મુદત માં પેન કાર્ડ નહીં જોડનારા વધુ ત્રણ મહિનાનો એટલે કે 30 જૂન, 2022 સધીની મુદત આપવામાં આવશે. પરંતુ તે માટે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારબાદ પેનલ્ટી રૂપે ટેક્સપેયર 1,000 રૂપિયા ભરવા પડશે.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! વેસ્ટર્ન રેલવે દોડાવશે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન. જાણો વિગતે
આવકવેરા કાયદાની કલમ 1961ની કલમ 139AA મુજબ, નાગરિકોએ તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે, નહીં તો તેમની ઘણી નાણાકીય પ્રવૃત્તિઓ અટકી શકે છે. આ નવા ડેબિટ/ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ દખલ કરી શકે છે. આમાં 50,000 રૂપિયાથી વધુની FD મેળવવાની સમસ્યા પણ સામેલ છે. બેંક ખાતુ ખોલવા પેન કાર્ડ આવશ્યક છે. ઈમમુવેબલ પ્રોપર્ટીની ખરીદી માટે પેન કાર્ડ જરૂરી છે. તો આઈડેન્ટીનું પ્રુફ પણ કહેવાય છે.
તમે આ રીતે પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી શકો છો. આધાર અને PAN લિંક કરવા માટે https://www.incometaxindia.gov.in/pages/pan.aspx ની વિઝિટ કરવી. આધાર લિંક વિકલ્પ પસંદ કરો. આધાર અને પાન નંબર માટે વિનંતી કરેલ વિગતો દાખલ કરો. પછી કેપ્ચા દાખલ કરવો. પછી લિંક સપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવું. આ પછી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઈ જશે.